જાફરાબાદના ભાંકોદર ગામે આજથી ત્રિવિધ મહોત્સવ

738
guj1942018-4.jpg

જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામે આજથી ત્રણ ત્રણ મહોત્સવનું આયોજન જેમાં જુના રામજી મંદિરને નવેસરથી ખાતમુર્હુત કરી મંદિરનું નવનિર્માણ (ર) બાજુમાં વિજય હનુમાનજીનું ભવ્ય બે માળના મંદિરનું નવનિર્માણ તેમજ બન્ને મંદિરોમાં દેવી-દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ આજથી મહાયજ્ઞનો પ્રારંભ તેમજ આજે ભાંકોદરના રાજમાર્ગો પર તમામ મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા (૩) સાથે સાથે આજથી મંદિરના વિશાળ પટાંગણમાં મંદિરના મહંત સંત શિરોમણી સરજુદાસગુરૂ મંગળાદસજી બાપુના સાનિધ્ય અને તેના આશિર્વાદથી ૯ દિવસ સુધી શાસ્ત્રી પ્રખર રામાયણી વક્તા જયવંતદાદા ઓઝા રસપાન કરાવશે. 
નોંધનિય બાબત તો એ છે કે આ ભવ્યાતિભવ્ય મંદિરના મુખ્ય દાતા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ભગવાન કનકબિહારી રાજાધિરાજના આશિર્વાદ પેઢીઓ સુધી પ્રાપ્ત કરશે તેમજ આજે મહા તહેવાર અખાત્રીજના શુભાતીશુભ દિવસે ભાંકોદર ગામના સરપંચ સાદુળભાઈ વેલાભાઈ બારૈયા દ્વારા સમસ્ત જ્ઞાતિનો ગામ ધુવાડો બંધ એટલે કે કોઈપણ (ઘરે ચુલો સળગાવવાનો જ નહીં) અને સર્વો ગ્રામજનોને મંદિરે જ હરીહર કરવાનું તેવો મહાલાભ સરપંચ સાદુળભાઈએ લીધેલ. આ ભવ્યાતિભવ્ય ત્રણ ત્રણ મહા પ્રસંગો માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અલ્ટ્રાટેક કંપની કોવાયાના ગોપીપ્રસાદ તિવારી (યુનિટ હેડ) તેમજ ભાનુકુમાર પરમાર ફંકશન હેડ, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, નગરપાલિકા જાફરાબાદના પ્રમુખ કોમલબહેન સરમણભાઈ બારૈયા, કબીરભાઈ મોંગલ ઉપપ્રમુખ નગરપાલિકા જાફરાબાદ, સરમણભાઈ બારૈયા નગરપાલિકા સદસ્ય અને કોળી સમાજ પટેલ, ચંદુભાઈ પટેલ માજી નગરપાલિકા પ્રમુખ નાનબાઈબેન માજી નગરપાલિકા પ્રમુખ જાફરાબાદ, માજી તાલુકા પ્રમુખ રાજુલાના આહિર સમાજ અગ્રણી મીઠાભાઈ લાખણોત્રા સહિત સંતો-મહંતોના આશિર્વાદના લાભ સાથે ભજન અને ભોજનની જમાવટ કથા પ્રારંભ તા.ર૦-૪ થી ર૮-૪ સુધી રહેશે.

Previous articleનવી રપ સ્લીપર કોચને સ્વર્ણિમ સંકુલથી મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી
Next articleઅમરૂભાઈ બારોટના પૌત્ર યાજ્ઞીક હર્મોનિયમની પરીક્ષામાં પ્રથમ