ભાવનગરમાં બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરાયું, રૂ, ૧૪૬ કરોડના ખર્ચે ભૂગર્ભ પાણીની લાઈનનુ કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું

151

ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિન પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું
ગુજરાતમાં રૂપાણી સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં આજે ભાવનગરમાં વિવિધ ૫૩૦૦ સો કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સૌની યોજના થકી ધોળા વીકળીયાથી બોર તળાવ સીદસર સુધી ભૂગર્ભ પાણીની લાઈન ૧૪૬ કરોડ રૂપિયાના ખર્ચે નાંખવામાં આવી છે.
જેનું કામ પૂર્ણ થતાં આજે બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરી દેવામાં આવ્યું હતું, જેનાથી બોરતળાવની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના અર્થાત પ્રયત્નો થકી નર્મદા નવા નીરથી બોરતળાવને છલોછલ કરવામાં આવ્યું, ૫૩ કિલોમીટરની ભૂગર્ભ નર્મદાના પાણીની લાઈનથી ભાવનગર કોર્પોરેશનને આવનારા સમયમાં દસ કરોડ રૂપિયાનો સીધો જ ફાયદો પહોંચશે, ભાવેણાવાસીઓ માટે પણ આવનારા દિવસોમાં પાણીની જટિલ સમસ્યા પર પુર્ણવિરામ લાગી જશે, હાલ બોરતળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.બોરતળાવને સુશોભિત કરી લાઇટ ડેકોરેશનથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આજે વિધિવત રીતે નર્મદાના નવા નીરના વધામણા કરી પૂજા કરી હતી તેમજ ભાવનગરના મહારાજા ને પણ યાદ કરી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જિતુભાઇ વાઘાણી ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા તેમજ ભાવનગર કલેકટર, કમિશનર, સહિત ભાજપનાં કોર્પોરેટર તેમજ યુવા મોરચાના પ્રમુખ અને બહોળી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદાનાં નીરને ફૂલહારથી વધાવ્યા હતા.

Previous articleભાવનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ ન નોંધાયો
Next articleસિહોર નજીકના નેસડા ગામે બે માસુમ બાળકો સાથે માતાએ એસીડ પીધું