આજે ગુરૂવારથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવ દિવસ મા અંબાની આરાધના કરવાના દિવસો છે. મોટા અંબાજી તરીકે ઓળખાતા શક્તિપીઠને રોશનીથી શણગાર કરાયો છે. નવરાત્રિના આગલા દિવસે મા અંબાના બેસણાં છે એવું અંબાજીનું સોનેથી મઢેલું મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે, ત્યારે સૌ કોઈના મોઢે બોલ મારી અંબે… જય જય અંબે બોલાતું હતું.