ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો : ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ, ભારતને ૧૩ વર્ષ બાદ ગોલ્ડ મેડલ મળ્યો
ટોક્યો, તા.૭
ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો બીજો એથ્લેટ છે. નીજર અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ ૨૦૦૮ બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ રેસલર બજરંગ પુનિયાએ પણ દેશ માટે આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં નીજર ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ ૮૭.૦૩ મીટર સાથે અદ્દભુત શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટરે ૮૨.૫૨ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પ્રથમ પ્રયાસના અંતે ચોપરા પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર ૮૫.૩૦ મીટર સાથે બીજા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ ૮૨.૦૫ મીટર સાથે પાંચમા ક્રમે રહ્યો હતો. બીજા થ્રોમાં તો નીરજે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે ૮૭.૫૮ મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થઈ રહી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોચ પર રહ્યો હતો.
વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ ૮૩.૯૮ મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. ત્રીજા પ્રયાસમાં નીરજ ૮૦ મીટરનો આંક પણ પાર કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં તેણે ૭૬.૭૯ મીટર થ્રો કર્યો હતો. જોકે, પોતાના શ્રેષ્ઠ ૮૭.૫૮ મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં ૮૫.૪૪ મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાને રહ્યો હતો. ભારતીય જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં ઇતિહાસ રચ્યો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે ૮૭.૫૮ ની સર્વશ્રેષ્ઠ અંતર પાર કરતાં ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજ પોતાના ગ્રુપમાં ટોપ પર રહ્યો હતો. બેઈજિંગ ઓલમ્પિક બાદ આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડાની જીત બાદ પીએમ મોદી ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક)ની ફાઇનલમાં નીરજ ચોપડા શરૂઆતથી જ આગળ રહ્યા હતા. તેમણે પ્રથમ પ્રયાસમાં ૮૭.૦૩ અને બીજા પ્રયાસમાં ૮૭.૫૮ અને ત્રીજા પ્રયાસમાં ૭૬.૭૯ મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોમાં આ ભરતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ મેડલ છે. એટલું જ નહી એથલેટિક્સમાં પણ આ ભારતનો પ્રથમ મેડલ છે. ઓલમ્પિક રમતોમાં આ ભારતનો ૧૩ વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં ૮ ગોલ્ડ મેડલ જીત્યા છે. નીરજ ચોપડા પાસે આખા દેશને આજે ગોલ્ડ મેડલની આશા હતી જેના પર તે ખરો ઉતર્યો છે. આમ એટલા માટે છે કારણ કે તેમણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૮૬.૬૫ દૂર ભાલો ફેંકી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. નીરજ ભારતને ટોક્યોમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડવાનો દાવેદાર હતો. ટોક્યો ઓલમ્પિકમાં ભારત અત્યાર એક ગોલ્ડ, ૨ સિલ્વર અને ૪ કાંસ્ય સહિત કુલ ૭ મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેઈટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્જ જીત્યો છે