ભાવનગર ખાતે અખાત્રીજના દિવસે સર તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને તથા વાસુદેવસિંહ ગોહિલ- પ્રમુખ ગોહિલવાડ રાજપુત સમાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ. રકતદાન કેમ્પમાં શતકવિર રકતદાતા હનુમંતસિંહ ચુડાસમાએ ૧૦૮ વખત તથા અજયસિંહ જાડેજાએ પ૦ વખત રકતદાન કરેલ.