ન્યુ દિલ્હી,તા.૭
પીએમ મોદીનાં નેતૃત્વમાં હવે કેન્દ્રીય મંત્રીઓ ૨૦૨૪ની તૈયારીઓમાં લાગી જશે. હવે આવતા અઠવાડિયે નવા મંત્રીપરિષદની ત્રણ દિવસીય બેઠકનું આયોજન મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ત્રણ જ દિવસની અંદર આગામી ત્રણ વર્ષનો આખો એજન્ડા નક્કી કરી લેવામાં આવસાહે. નોંધનીય છે કે ગયા મહિને જ મોદી સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા નવા ચહેરાઓની એન્ટ્રી થઈ છે. હવે નવા મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી આગામી લક્ષ્ય નક્કી કરશે તથા આખો એજન્ડા તૈયાર કરશે. મીડિયા અહેવાલ અનુસાર મંગળવારે સાંજે ૬ વાગ્યે સદનમાં જ હાઇલેવલ બેઠક કરવામાં આવશે અને આગામી ત્રણ વર્ષનાં કાર્યોની સમીક્ષા કરવાં આવશે. આ સિવાય જે મંત્રીઓ બન્યા છે તેમનાથી સરકારને શું આશા છે તે જણાવવામાં આવશે.
બીજી તરફ વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતનાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં નવા ચહેરાઓની અસર આ વિધનાસભા ચૂંટણી પર પણ પડવાની છે. એવામાં સરકાર પોતાની લોકપ્રિયતાને વધારવાને લઈને સ્ટ્રેટેજી પર કામ કરશે તેવી આશા છે. મોદી સરકાર ૨૦૧૪થી સત્તામાં છે તે બાદ અત્યારે જ સરકાર સૌથી વધુ ટીકાનો સામનો કરી રહી છે. પહેલા મહામારી અને તે બાદ મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે એવામાં સરકાર સામે અત્યારે મોટો પડકાર છે. એવામાં આ મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.