ન્યુ દિલ્હી,તા.૮
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતે ઇતિહાસ રહ્યો હતો. ઓલિમ્પિકના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ ૮૭.૫૮ મીટર જવેલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે બાદ તેના ફેન્સની સંખ્યામાં મોટો વધારો થયો છે. નીરજે ગોલ્ડ જીત્યાના ૨૪ કલાકની અંદર જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. નીરજના ઈન્સ્ટાગ્રામ ફેન્સમાં ૨૪ કલાકમાં ૧ મિલિયન એટલે કે ૧૦ લાખ ફોલોઅર્સનો વધારો થયો છે. તેણે અત્યાર સુધીમાં ૨૦૪ પોસ્ટ કરી છે. ૨૪ લાખ ફોલોઅર્સ ધરાવે છે.ટોક્યો ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ પદક જીતનારા નીરજ ચોપરાએ તેને પોતાની જિંદગીનો સૌથી મોટો દિવસ ગણાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે શુભેચ્છા પાઠવવા માટે નીરજ ચોપરાને ફોન કર્યો ત્યારે તેમણે વડાપ્રધાન સમક્ષ એક સ્પેશિયલ માગણી પણ કરી દીધી હતી. વડાપ્રધાને ફોનમાં નીરજ ચોપરાને કહ્યું, ’આજે તમારા પ્રદર્શને ભારતને ખૂબ આનંદ આપ્યો છે. તમારા આ ગોલ્ડ બાદ અન્ય ખેલાડીઓને મોટિવેશન મળશે. અન્ય લોકો પણ રમતમાં આવશે.’ વાતચીત દરમિયાન નીરજે વડાપ્રધાનને વિનંતી કરી કે, ઓલમ્પિકમાં જે ગેમ્સ છે તેને વધુ સપોર્ટ કરવામાં આવે. આપણા દેશમાં ખૂબ ટેલેન્ટ છે. રમતને જે રીતે આગળ વધારી શકાય તે માટે સંપૂર્ણ સપોર્ટ આપો. અન્ય રમતોને પ્રોત્સાહન આપવામાં આવે જેથી ઓલમ્પિકમાં વધુ મેડલ જીતી શકાય. નીરજના કહેવા પ્રમાણે અંતિમ થ્રો પહેલા તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો. એવું લાગતું હતું કે, ખબર નહીં શું બનશે. તેમ છતાં તેણે ખૂબ પ્રયત્ન કર્યો કે, ઓલમ્પિક રેકોર્ડ તોડી દે. ખાસ કરીને પોતાનું બેસ્ટ આપવા પ્રયત્ન કર્યો. ૯૦ મીટર કરતા વધારે ફેંકી શકેત તો વધુ આનંદ મળત. નીરજના ગોલ્ડની સાથે ભારતે ટોક્યોમાં તેના ઓલિમ્પિક ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં સાત મેડલ જીતી લીધા હતા. ભારતે ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલી વખત એક જ ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ અગાઉનો ભારતનો ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦૧૨માં રહ્યો હતો. લંડનમાં યોજાયેલા ૨૦૧૨ના ઓલિમ્પિકમાં ભારતે બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ એમ કુલ છ મેડલ જીત્યા હતા.
Home Entertainment Sports ગોલ્ડ મેડલ જીતનારા નીરજના ઈન્સ્ટાગ્રામ ફેન્સમાં વધારો, ૨૪ કલાકમાં ૧૦ લાખ ફોલોઅર્સ