કોવેક્સીન-કોવિશીલ્ડના મિક્સ ડોઝ બિલકુલ સુરક્ષિત

111

કે રસીકરણ બાદ નિષ્ક્રિય વાયરસ ન માત્ર સુરક્ષિત હતો, પરંતુ સારી ઇમ્યુનોજેનેસિટી પણ હાસિલ થઈ છે
નવી દિલ્હી, તા.૮
જો કોઈ વ્યક્તિએ પહેલા કોવેક્સીનનો ડોઝ લીધો છે અને બાદમાં તેને કોવિશીલ્ડનો ડોઝ લગાવવામાં આવે તો તેવામાં બંને વેક્સિનને મિક્સ કરી શું અસર થશે? આવા ઘણા સવાલ છે જેનો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ એક સ્ટડીમાં જવાબ આપ્યો છે. આઈસીએમઆરની સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે એક એડિનોવાયરસ વેક્સિન પ્લેટફોર્મ-આધારિત વેક્સિન બાદ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય વાયરસ વેક્સિન કોમ્બિનેશનની સાથે વેક્સિનેશન ન માત્ર સુરક્ષિત હતી, પરંતુ તેનાથી સારી ઇમ્યુનોજેનેસિટી પણ હાસિલ થઈ છે. તેનાથી તે સાબિત થાય છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીનના ડોઝ મિક્સ કરી લેવાથી કોરોના સંક્રમણ વિરુદ્ધ સારી સુરક્ષા મળી શકે છે. આઈસીએમઆર તરફથી વેક્સિનની મિક્સિંગ અને મેચિંગને લઈને આ સ્ટડી કરવામાં આવી છે.
આ સ્ટડીના પરિણામ ખુબ સકારાત્મક જોવા મળી રહ્યાં છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક નિષ્ણાંત પેનલે જુલાઈમાં કોવેક્સિન અને કોવીશિલ્ડ રસીના મિક્સ ડોઝ પર એક અભ્યાસની ભલામણ કરી હતી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કહ્યું હતું કે આ સ્ટડીનો ઉદ્દેશ્ય તે આકલન કરવાનો હતો કે શું કોઈ વ્યક્તિને બે અલગ-અલગ વેક્સિનના ડોઝ આપી શકાય છે. વેક્સિનેશન કોર્સ પૂરો કરવા માટે એક વ્યક્તિને કોવિશીલ્ડ અને કોવેક્સિનના અલગ-અલગ શોટ્‌સ આપી શકાય છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ વિસ્તૃત વિચાર-વિમર્શ બાદ સીએમસી, વેલ્લોરને ચોથા સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. તેમાં ૩૦૦ હેલ્થ વોલેન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા.

Previous articleદિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Next articleઅમેરિકી વાયુસેનાના તાલિબાની કેમ્પ પર હવાઇ હુમલા : ૫૦૦ આતંકી ઠાર