પરશુરામ જયંતિ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા નિકળી

659
bvn1942018-14.jpg

ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન પરશુરામજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનગર બ્રહ્મસમાજના અગ્રણી રાજુભાઈ ઉપાધ્યાય, કોંગી નગરસેવીકા તથા પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદી, દર્શનાબેન જોશી, નીતિનભાઈ ભટ્ટ સહિતના હોદ્દેદારો તથા બ્રહ્મયુવાનો દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આખલોલ જકાતનાકાથી શોભાયાત્રા યોજવામાં આવી હતી. સંતો-મહંતોએ શોભાયાત્રા યોજવામાં આવી હતી. સંતો-મહંતોએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા આખલોલ જકાતનાકાથી માર્કેટ યાર્ડ, મસ્તરામબાપા મંદિર ચિત્રા, પ્રેસ કવાર્ટર ગાયત્રી મંદિર થઈ કાળીયાબીડ ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરશુરામ ભગવાનની મહાપૂજા સાથે મહાઆરતી પણ કરવામાં આવી હતી.

Previous articleરાજય સરકાર ખાનગી શાળાઓમાં રપ ટકા બેઠક ભરવા કટીબધ્ધ : વિભાવરીબેન
Next articleઅનેરા ઉત્સાહ સાથે ભાવેણાનો જન્મદિવસ ઉજવાયો