હાલમાં સરકાર દ્વારા મફત અને સસ્તાભાવે અપાતા અનાજના વિતરણ માટે રેશનશોપ સુધી સરકારી ગોડાઉનેથી અનાજનો જથ્થો પોહચાડવાના એક ૫૦ કિલોની બોરીના ૫ રૂપિયા ટ્રાન્સપોર્ટ ખર્ચ સરકાર દ્વારા આપી કોન્ટ્રાકટર દ્વારા રેશનશોપ સુધી ડોર ટુ ડોર ડિલિવરી આપવામાં આવતી હતી. ભાવનગર જિલ્લાના રેશનશોપના તમામ સંચાલકો દ્વારા ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ કુલ મળીને ૭૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો આવેલી છે. પરંતુ હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતા અને મોંઘવરીને લઈને મજૂરી ખર્ચ પણ વધી જતાં કોન્ટ્રકટરે રેશનશોપ સુધી વિતરણ માટેનું અનાજ ડિલિવરી કરવાની ના કહી દેતા સરકાર દ્વારા રેશનશોપ ધારકોને જુના ભાવે એટલેકે ૫ રૂપિયે એક બોરી ટ્રાન્સપોર્ટ ખર્ચ અને મજુરી સાથે ઉપાડી લેવા હુકમ કરતા ભાવનગર જિલ્લાના તમામ રેશનશોપ ડીલરો દ્વારા કાલથી રેશનશોપ થી કોઈ પણ કાર્ડ ધારકને અનાજ નું વિતરણ નહિ કરવાનો નિર્ણય કરેલ છે. સરકાર દ્વારા અનાજનો જથ્થો સરકાર પના ખર્ચે પોહચાડવામાં આવશે અથવા તો હાલ ની મોંઘવારી ની સ્થિતિ ને લઈને એક બોરીએ ૧૫ રૂપિયા સરકાર દ્વારા ટ્રાસપોટેશન તથા મજૂરી પેટે જો રેશનશોપ ધારકોને આપવામાં આવશે તો જ અનાજ વિતરણ કરવામાં આવશે, તેવો નિર્ણય ભાવનગર રેશનશોપ ડીલર એસોશિયન દ્વારા લેવામાં આવતા, ગરીબ માણસોને મફત મળતું અનાજ આવતી કાલથી મળશે કે નહીં તે એક સવાલ ઉભો થવા પામેલ છે. સરકાર દ્વારા આપાતા ૫ રૂપિયા જો અનાજ સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરો ને ના પોસાતા હોય તો રેશનશોપ ધારકોને કઈ રીતે પોસાય તેવી ગણતરી સરકારને પણ કરવાની જરૂર છે.