ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ની સૂચના મુજબ ૩-જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય, જુગારની અસામાજિક પ્રવૃતિ ‘‘Zero Tolerance to Prohibition & Gambling’’ ની નિતી મુજબ નેસ્ત નાબુદ કરવા સૂચના કરવામાં આવેલ તથા ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સૂચના આપેલ હોય જે સૂચના આધારે ભાવનગર રેન્જના બોટાદ જીલ્લાની LCB ટીમ દ્વારા અણીયાણી ગામની સીમમાં ડાયાભાઇ બધાભાઇ ગોહિલની વાડીએ ઓરડીમાં તા. રાણપુર જી.બોટાદ ખાતે ઘોડી પાસાનો હારજીતનો જુગાર રમતા ઇસમો કુલ-૨૩ આરોપીઓને રોકડ રકમ રૂ.૬,૧૫,૮૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨૨ કિ રૂ.૨,૭૧,૦૦૦/- સાથે મળી કુલ રૂ.૮,૮૬,૮૧૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન ઝડપી લઇ રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ કરવામાં આવેલ છે. આમ ઉપરોક્ત જુગારનો ગણનાપાત્ર સફળ કેસ ભાવનગર રેન્જના બોટાદ જીલ્લાની LCB ટીમ દ્વારા શોધી કાઢવામાં આવતા અને સ્થાનિક પોલીસ જુગારનો કેસ શોધવામાં નિષ્ફળ રહેતા રાણપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.સી.ધુમ્મડને પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે…