નવી દિલ્હી, તા.૯
ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને સ્વદેશ પાછા ફર્યા. ઢોલ નગારા સાથે ટોક્યોના હીરોઝનું શાનદાર સ્વાગત થયું. તેમના સ્વદેશ પાછા ફરતા પહેલા દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા વધારી દીધી હતી. ટર્મિનલ ૨ અને ૩ની પાસે એરપોરટ્ પોલીસ સ્ટેશનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ ઘેરા બંધી કરી. દિલ્હીની અશોકા હોટલમાં મેડલ વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. અત્રે જણાવવાનું કે ભારતના એથલીટ નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો. નીરજે ભારતને ૧૩ વર્ષ બાદ ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવ્યો. ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી સીધા અશોકા હોટલ જશે. અહીં ખેલાડીઓનું સન્માન કરાશે.પદક વિજેતા ખેલાડીઓ સ્વદેશ પાછા ફર્યા. દિલ્હી એરપોર્ટ પર આ ઓલિમ્પિક ધુરંધરોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ભારતને આ વખતે ઓલિમ્પિકમાં કુલ ૭ મેડલ મળ્યા. જેમાં એક ગોલ્ડ, ૨ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સામેલ છે.