એસઓજી પોલીસ ટીમ ભાવનગરએ પેટ્રોલીંગ દરમ્યાન ત્રાપજ પાસેથી એક પરપ્રાંતિય શખ્સને અલંગ શીપયાર્ડના પ્લોટમાંથી ચોરી કરેલ લોખંડની પ્લેટો ભરેલ ટેમ્પા સાથે ઝડપી લીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના જવાનો ભાવનગર-તળાજા રોડ પર ત્રાપજ બંગલા નજીક પેટ્રોલીંગમાં હતા તે વેળા એક લોડીંગ ટેમ્પામાં લોખંડની પ્લેટો ભરેલ હોય અને વાહન ચાલકની સ્થિતિ શંકા સર્જે તેવી જણાતા આ વાહન અટકાવી તલાશી લેતાં તેમાં લોખંડની પ્લેટો વજન ૧,૦૦૦ કિલો કિ.રૂા.ર૦,૦૦૦ મળી આવેલ. આ મુદ્દામાલ અંગે વાહન ચાલક સંતોષકારક જવાબ કે યોગ્ય દસ્તાવેજ પુરાવા રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે મુકેશ ગોદાવરીરાવ ગુપ્તા ઉ.વ.રપ વાળાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે કબુલાત આપેલ કે આ ભંગાર ચોરી અગર છળકપટથી મેળવી વેચાણ અર્થે જતો હોય પોલીસે વાહન સહિત કુલ રૂા.૧.રર લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ અલંગ મરીન પોલીસને સોંપી છે.