બીસીસીઆઈએ કોરોનાના કારણે લીધો નિર્ણય, ૪૬ પાનાની હેલ્થ એડવાઈઝરી જાહેર કરી

127

ન્યુ દિલ્હી,તા.૯
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧નો બીજો તબક્કો ૧ મહિના બાદ યૂએઈમાં શરૂ થવાનો છે. ટૂર્નામેન્ટના ૧૪મા સીઝનની મેચ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ મેચ ૧૫ ઓક્ટોબરે રમાશે. આ સમયે બીસીસીઆઈ તૈયારી શરૂ કરી ચૂકી છે. કોરોના વાયરસના કારણે ભારતમાં આ વર્ષે ટૂર્નામેન્ટને કેન્સલ કરવામાં વી છે. આ સાથે ૪૬ પાનાની હેલ્થ એડવાઈઝરી જાહેર કરાઈ છે.
એક નિયમ અનુસાર દર્શકોની વચ્ચે બોલ જશે તો તેને ફરીથી યૂઝ કરી શકાશે નહીં. મળતી માહિતી અનુસાર દર્શકોને સ્ટેન્ડમાં પરમિશન આપવાની તૈયારીઓ કરી દેવાઈ છે. એટલે કે બોલ સ્ટેન્ડમાં જશે કો શક્ય છે કે દર્શકો તેને અડશે અને જે કોઈ પણ બોલ પરત આપશે તો બોલ તેને ટચ થશે. હાલમાં કોરોના વાયરસને લઈને કોઈ ચાન્સ બીસીસીઆઈ લેશે નહીં. નિર્ણય કરાયો છે કે બોલ સ્ટેન્ડમાં જશે તો તેને બદલી દેવામાં આવશે. પણ આ નિર્ણય ખેલાડી અને અમ્પાયરના સમયની બર્બાદી હશે. સ્ટેડિયમમાં મેચ જોનારા ફેન્સને તેનાથી ફાયદો થશે કેમકે બોલ ઘરે લઈ જવાનો અવસર મળશે. આ પહેલા જ્યારે આઈપીએલ ૨૦૨૦નો બોલ સ્ટેડિયમની બહાર જકો ત્યારે કે સ્ટેન્ડમાં ઉતરતો ત્યારે અમ્પાયર તેને સાફ કરતા અને તેનાથી રમવાનું ચાલુ રખાતું હતું. ફેન્ચાઈઝીના સભ્ય અને તેના પરિવાર પર જૈવિક રીતે સુરક્ષિત માહોલના કોઈ પણ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા માટે કાર્યવાહી કરાશે. આઈપીએલમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેશે જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દ. આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ સામેલ છે. પ્રોટોકોલ અનુસાર દરેક ફ્રેન્ચાઈઝી ટીમના સભ્યોએ કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે તેમની ફ્લાઈટના ૭૨ કલાક પહેલાનો હોવો જોઈશે. દરેકે કોરેન્ટાઈનમાં રહેવાનું રહેશે અને અન્યના સંપર્કમાં પણ રહેવાનું ટાળવું પડશે.

Previous articleમશહૂર અભિનેતા અનુપમ શ્યામનું ૬૩ વર્ષની વયે થયું નિધન
Next articleબુમરાહે વાપસી કરી સવાલ પર કેએલ રાહુલ ભડક્યો, મને ખબર નથી તમે કેમ કહી રહ્યા છો