મુંબઈ,તા.૯
બિગ બોસની ૧૫મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ વખતે શોનું હોસ્ટિંગ સલમાન ખાન નહીં પરંતુ નિર્દેશક-નિર્માતા કરણ જોહર સંભાળે છે. બિગ બોસની આ સીઝન પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધી નેહા ભસીન, ઝીશાન ખાન, અક્ષરા સિંહ અને દિવ્યા અગ્રવાલ સહિત ઘણા સ્પર્ધકોએ શોમાં પ્રવેશ કર્યો છે. બિગ બોસની દરેક સીઝનની જેમ, જેને ટેલિવિઝનનો સૌથી વિવાદાસ્પદ શો કહેવામાં આવે છે, જ્યાં પ્રેક્ષકો આ સિઝનમાં વધુ એપિસોડ પ્રસારિત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, ત્યાં એક એવા સ્પર્ધક પણ છે જેમની આ શોમાં એન્ટ્રીએ લોકોને નારાજ કર્યા છે. શમિતા શેટ્ટીને સો.મીડિયા પર શોમાં ફરી જોઈને ચાહકો ખુશ નથી .રાજ કુન્દ્રાના વિવાદ વચ્ચે, બિગ બોસ ૧૫ ના નિર્માતાઓએ શિલ્પા શેટ્ટીની બહેન અને અભિનેત્રી શમિતા શેટ્ટીને ઓટીટી પર પ્રસારિત થનારા શોમાં સ્પર્ધક તરીકે પસંદ કરી છે. શમિતા આ પહેલા પણ બિગ બોસમાં સ્પર્ધક તરીકે જોવા મળી છે. શમિતાએ શોમાં સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો છે. આ શોમાં શમિતાને જોઈને પ્રશંસકો જરા પણ ખુશ નથી. આ શોમાં ઘણી વખત જુના ચહેરા જોવા મળ્યા છે, પછી ભલે તે રાખી સાવંત હોય કે વિકાસ ગુપ્તા. પરંતુ આ શોમાં અત્યાર સુધી આવેલા તમામ જૂના સ્પર્ધકો, તેઓ શોની વચ્ચે થોડા દિવસો માટે ચેલેન્જર અથવા મહેમાન તરીકે આવ્યા હતા. બિગ બોસના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે પૂર્વ સ્પર્ધક શમિતા શેટ્ટીને શોની શરૂઆતમાં એન્ટ્રી આપવામાં આવી હતી તે પણ સ્પર્ધક તરીકે. શમિતા શેટ્ટી પહેલા આ પ્રકારના કોઈ સ્પર્ધકને શોમાં ફરી સ્પર્ધક તરીકે લાવવામાં આવ્યો નથી. સો.મીડિયા પર પણ લોકો આ બાબતને લઈને વિવિધ સવાલો ઉઠાવતા જોવા મળે છે અને પૂછે છે કે બિગ બોસના નિર્માતાઓ શમિતા શેટ્ટી પ્રત્યે આટલી મહેરબાન કેમ છે? ઘણા ચાહકો એમ પણ કહે છે કે શમિતા શેટ્ટી માત્ર રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવા અને તેની એપ પર રિલીઝ કરવાને કારણે પ્રસિદ્ધિ મેળવી રહી છે. લોકો એવું પણ માને છે કે મેકર્સ આ શોમાં શમિતા શેટ્ટીને લાવીને તેમની ટીઆરપી વધારવા માંગે છે.