૨૦૧૯માં લેવાયેલ જીપીએસસીની પરીક્ષા અંગે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

541

ગાંધીનગર,તા.૯
વર્ષ ૨૦૧૯માં લેવાયેલી GPSC ની પરીક્ષાના વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હાઇકોર્ટએ અનામતની કેટેગરીમાં આવતી મહિલાને તેના પાસિંગ માર્ક્‌સ મુજબ પોસ્ટ આપવા આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટએ તેઓના આદેશમાં મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, ‘અનામત કક્ષામાં આવતા મેરીટ વાળા ઉમેદવારને તેઓ માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણોસર બાકાત કરી શકાય નહીં.’ હાઇકોર્ટએ SC કેટેગરીમાં આવતી મહિલા માટે ૨ જ અઠવાડિયામાં DYSP ની પોસ્ટ માટે ભલામણ કરવા GPSC ને હુકમ કર્યો છે. આ ઉપરાંત હાઇકોર્ટએ રાજ્ય સરકારને ૯૦ દિવસમાં મહિલાને DYSP ની એપોઇન્ટમેન્ટ આપવા પણ આદેશ કર્યો છે. જે તારીખથી પ્રતિસ્પર્ધી જનરલ કેટેગરીની મહિલાનેDYSP ની પોસ્ટ આપી છે એ બેનિફિટ પણ તેમને આપવામાં આવે તેમ કોર્ટએ જણાવ્યું. મહત્વનું છે કેSC કેટેગરીમાં આવતી ઉમેદવારે પરીક્ષામાં ‘કટ ઓફ માર્ક્‌સ’ કરતા પણ વધુ માર્ક્‌સ મેળવ્યા હોવા છતાં તેને ચોઇસ મુજબDYSP ની પોસ્ટ ન મળી. આથી તેઓએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Previous articleવડાપ્રધાન મોદી ગુજરાત આવે તેવી શક્યતા
Next articleઘોઘા સરતળાવથી જૂની જેટી રોડ અને ઘોઘાથી નવા રતનપોર રોડનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું