ધંધુકા ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો યુવા વર્ગ દ્વારા બિરલા સ્કુલે શોક શભાનું આયોજન કરેલ ત્યારબાદ મૌન રેલી યોજેલ રેલી બિરલા સર્કલથી મામલતદાર કચેરી જઈ મામલતદાર ધંધુકાને આવેદનપત્ર આપવામાં આવેલ આ રેલીમાં મુસ્લીમ સમાજના આગેવાનો, વેપારીઓ, યુવાવર્ગ ખેડુતો, ધાર્મિક આગેવાનો જોડાયા હતા.
ધંધુકા મામતદારને આપેલ આવેદનપત્ર પ્રમાણે જમ્મુના કઠુઆમાં ગેંગરેપનો ભોગ બનેલી આટ વર્ષની યાસીફા અઆરોપીઓને તેમજ સુરત અને ઉન્નાવમાં થયેલા બળાત્કારની ઘટનાના આરોપીઓને ફાંસીની સજા આપોની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દિન પ્રતિદિન વધી રહેલ રેપના કિસ્સાઓને લઈ ચોરે ને ચોપાટે વર્તમાન સમયે લોક મુખે એક જ વાત સાંભળવા મળે છે કે આવા દુષ્કર્મ આચરનારા આરોપીઓને લિંગ પરિવર્તન કરી દેવુ જોઈએ ફાસીની સજા થવી જોઈએ તેવી ચર્ચાઓ વેગ પકડ્યો છે. ત્યારે આ કોઈ એક સમાજ કે ધર્મ પુરતો નથી તમામ સમાજના લોકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે હવે કાનુની વ્યવસ્થામાં પરિવર્તન લાવી આવા નરાધમોને બક્ષવાના જોઈએ તેમજ આવા આરોપીઓને બચાવવા કોઈ વકીલોએ પણ કેસ હાથમાં ના લઈ વિરોધ દર્શાવવો જોઈએ.