ABVP દ્વારા ૮૫૦ ગામોમાં ધ્વજવંદન કરાશે

123

દેશની આઝાદીને આ વર્ષે ૭૪ વર્ષ પૂર્ણ થઇ ૭૫માં વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે આ ૭૫ વર્ષના સફર માં દેશ કેટ કેટલી ઊંચાઈઓ સુધી પહોંચ્યો છે. ભારત વિશ્વફલક પર જયારે આટલા ટૂંકા સમયગાળામાં પોતાની ઓળખ આપી શકતું હોઈ તો તેનો કેટલોક શ્રેય આપણે સૌ નાગરિકોને પણ જાય છે. આ સફર માં દેશ એ સૌથી સસ્તા અંતરિક્ષ અભિયાનમાં સફળતા મેળવવી કે પછી કોરોના જેવી કપરી સ્તિથીમાં પણ વસુધૈવકુંટુંમ્બક્મના આપણા મંત્રને જાળવી પાડોશી દેશોની મદદ કરવી હોઈ ડગલેને પગલે દેશના નાગરિકોએ આ દેશની ભાવનાઓને જાળવી રાખી છે.
દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ થતા હોઈ ત્યારે ગામડે ગામડે યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં પણ દેશ ભક્તિની ભાવના અમર રહે અને એક ઉત્સાહ અને તહેવાર નો માહોલ બને તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભર માં આ અભિયાન હાથ ધરવામાં આવશે તે પૈકી વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા આશરે દસ હજાર જેટલા ગામડાઓ માં ધ્વજવંદન નો કાર્યક્રમ કરવામાં આવશે એ પૈકી ભાવનગર વિભાગ ના આશરે ૮૫૦ જેટલા ગામોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો ધ્વજવંદન કરશે. અભાવિપ ભાવનગર વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, સ્વરાજ ૭૫ અભિયાન થકી ગામે ગામે જઈ ધ્વજવંદન ના કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ રાષ્ટ્રભક્તિની સાથે સાથે ઉમંગ અને ઉત્સાહ નું વાતાવરણ બનાવવાનો અને આપણા સ્વતંત્રતા સેનાનીઓ જેના બલિદાન થકી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેવા સેનાનીઓને યાદ કરવાનો છે. આઝાદીના ૭૫ વર્ષને લઈને અભાવિપ દ્વારા વિવિધ પ્રકારના દેશભક્તિની ભાવના જગાડતા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરતા અને તેમના બલિદાનની વાત જન જન સુધી પોહ્‌ચે તેવી યાત્રાઓ, પ્રદર્શનીઓ, નુક્કડ નાટકો વગેરે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.

Previous articleવિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે ’વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામા આવી
Next articleબિઝનેસ સેન્ટર ફરીથી બન્યું કચરા સેન્ટર