ગુજરાતના કુલ ૯૨ હજાર પોલીસ જવાનોને રૂ. ૪ કરોડના ખર્ચે આ જથ્થો આપશે
બોટાદ
બોટાદ પોલીસ વિભાગની સેવાને બિરદાવતા કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડ દ્વારા ’હિરોઝ ફોર હ્યુમીનીટી’ના શિર્ષક હેઠળ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં આજરોજ બોટાદ જિલ્લા પોલીસ જવાનો માંટે એક મહિનો ચાલે તેટલો મલ્ટીવિટામીન મોકટેલ ટેબલેટનો જથ્થો પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને સુપ્રત કરવામાં આવ્યો હતો.કોરોનાની મહામારીમાં પોલીસ જવાનોએ ફ્રન્ટલાઈન વોરીયર્સ તરીકેની ફરજો અદા કરી છે. પોલીસ દ્વારા પોતાની ફરજ ઉપરાંત જરૂરીયાતમંદો સાથે માનવીય અભિગમ દાખવી જરૂરી તમામ સહકાર અને સેવા પુરી પાડેલ છે. પોલીસ વિભાગની સેવાને બિરદાવતા કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડનાએા દ્વારા ’હિરોઝ ફોર હ્યુમીનીટી’ ના શિર્ષક હેઠળ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી.આ પહેલને લઈ કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડના ડિરેક્ટર હરપાલભાઈ વાલા દ્વારા જણાવ્યું હતું કે કોરોના મહામારીના પડકારજનક સમયમાં પોલીસ દળે દરેક નાગરિકની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવી છે. તેએા સતત કામ કરે છે અને દિવસના ચોવીસે કલાક ફરજ પર હોય છે. તેમનો જમવાનો સમય નક્કિ નથી હોતો જેના લીધે તેમનામાં પોષણની ઉણપ સર્જવાની શક્યતા રહેલી છે જેથી કોરોનાની મહામારી સમયે તેએાની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે જરૂરી છે.આથી કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડ નાએા દ્વાર ’હિરોઝ ફોર હ્યુમીનીટી’ ના શિર્ષક હેઠળ શરૂ કરવામાં આવેલ અનોખી પહેલમાં સમગ્ર ગુજરાતના કુલ ૯૨ હજાર પોલીસ જવાનોને રૂ. ૪ કરોડના ખર્ચે એક મહિનાનો સીઆઈએમએસ દ્વારા ’ન્યૂટ્રાસ્યુટિકલ્સમાં સૈાથી વિશ્વસનીયર બ્રાન્ડ’ તરીકેનો એવોર્ડ મેળવી ચુકેલ મલ્ટીવિટામીન મોકટેલ ટેબલેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે,પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા આ જથ્થાનો હર્ષ ભેર સ્વિકાર કરવામાં આવેલ અને બોટાદ જિલ્લા પોલીસના જવાનોના આરોગ્યનું ઘ્યાન રાખતા જિલ્લા પોલીસ જવાનો માંટે એક મહિનો ચાલે તેટલો મલ્ટીવિટામીન મોકટેલ ટેબલેટનો જથ્થો આપવા બદલ કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડના ડિરેક્ટરની બોટાદ જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.