તળાજાની શેત્રુજી નદીના કાંઠેથી વન વિભાગે ટ્રેપ ગોઠવી દીપડાને પકડી લીધો

142

નવ વિભાગે દીપડાને જેસરના રાણીગાળા એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો
ભાવનગર જિલ્લાના જળ પલ્લવિત વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં આવી ચડવા તથા લોકો અને પાલતુ પશુઓ પર વધતાં જતાં હિંસક હુમલાઓને પગલે ફોરેસ્ટ વિભાગ દ્વારા આવા જંગલી પ્રાણીઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે તળાજામાં શેત્રુંજી નદી કિનારે આવેલી એક વાડીમાંથી દીપડાને ટ્રેપમાં કેદ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો.તળાજા તાલુકામાં સિંહ અને દિપડાની વસ્તીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે તળાજા શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલી શેત્રુંજી નદીના પુલ પાસે આવેલી એક વાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો દેખાતો હોવાની માહિતી વનવિભાગને મળી હતી. માહિતી મળતાં વન અધિકારીઓએ બાતમી વાળા સ્થળોએ અલગ અલગ જગ્યાએ ટ્રેપ ગોઠવ્યા હતાં. જેમાંથી એક ટ્રેપમા દીપડો આબાદ રીતે ઝડપાઈ જતાં અધિકારીઓએ દીપડાનો કબ્જો લઈ જેસરના રાણીગાળા એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો.

Previous articleભાવનગર શહેર અને જિલ્લામાં શિવ મંદિરો ખાતે કુંવારી કન્યાઓનું ફૂલકાજલી વ્રતની પૂજા-અર્ચના કરાઈ
Next articleહિંદુ ધર્મની લાગણી દુભાય તેવા પોસ્ટરો લગાવાતા ભારે હોબાળો