ચામુડા માતાજીના મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવાય ગયેલો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ

736

વાવરડા તા.ઉના તાલુકાના વાવરડા ગામે ચામુડા માતાજીના મંદિરે ધામધૂમપૂર્વક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુંબઈ વસતા ચૌહાણ પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તા.૧૯-૪-૨૦૧૮ ગુરૂવાર અને તા.૨૦-૪-૨૦૧૮ શુક્રવાર આ બે દિવસ વાવરડા ગામે ઉનાી તાલુકો જી.સોમનાથ ગીર આ ગામમાં ચૌહાણ પરિવારનાં જયેષ્ઠ અને શ્રેષ્ઠ વડિલ સ્વ. વ્હારવા દાદા ચૌહાણ એમના સ્મર્ણાર્થે એમનાં માનમાં કુળદેવી ચામુડા માતાના દિવ્ય અને ભવ્ય મંદિરનું જોરદાર આયોજન કરવામાં આવ્યુ છે. 
આ ધાર્મિક કાર્યક્રમમાં મંદિરના નિર્માણ કાજે વાવરડા ગામનાં સમસ્ત ચૌવ્હાણ પરિવાર તેમજ મુંબઈ જેવા મોટા શહેરમાં વસતાં ચૌહાણ પરિવારનાં નાના મોટા સભાસદોના ખૂબ મોટા સાથ સહકારથી અને ભારે જહેમતથી ચામુંડા માતાનુ આ મંદિર બનાવવામાં આવ્યુ છે. આ મંદિરના બે દિવસીય કાર્યક્રમમાં કલ્યાણ રૂપી જ્ઞાતિ સમાજનાં પ્રમુખ મુકેશભાઈ જીવાભાઈ ધરણીયા તેમજ સક્રેટરી વિલાસભાી ધરણીયા દિપકભાઈ મંગલ ચૌહાણ હેમરાજભાઈ ધરણીયા મનિષભાઈ રામાભાઈ ચૌહાણ, ગણેશભાઈ જેન્તીભાઈ ધરણીયા અને ભિવંડી સમાજના આગેવાન કાર્યકર્તા ધિરજભાઈ છગન રાઠોડ અને ભિવંડી ૧૨ખોલી વિબાગમાં પ્રમુખ યોગેશ (પપ્પુ)ભાઈ નરસી પરમાર ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Previous articleજાફરાબાદના બાબરકોટ ગામે એલપીજી ગેસ કીટનું વિતરણ
Next articleધંધુકા ખાતે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન : આર.કે.લાયન્સ ચેમ્પિયન