૨૪ કિલોમીટરની પદયાત્રા યોજી કલેકટરને રજૂઆત કરાઈ
ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકા માં ફરજ બજાવતા કર્મચારીઓ એ નગરપાલિકા માં છેલ્લા ઘણાં વર્ષો થી પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવા સિહોરથી ભાવનગર સુધીના ૨૪ કિલોમીટર ની પદયાત્રા નું આયોજન કર્યું છે. આ પદયાત્રામા મોટી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા છે.સિહોર નગરપાલિકાની કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટ પધ્ધતિ કાયમી ધોરણે બંધ કરવા સહિત ના અનેક પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓ-તંત્ર ને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા કર્મચારી ગણ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત નો અનોખ માર્ગ અખત્યાર કર્યો છે જે અંતર્ગત આજરોજ સિહોર નગરપાલિકાના કર્મચારીઓ સવારે સિહોર ન.પા ના પટાંગણમાં એકઠા થયા હતા અને દલિત અધિકાર મંચના નેજા હેઠળ પદયાત્રા નો આરંભ કર્યો હતો. આ કર્મચારીઓએ સિહોર ટાઉનમાં આવેલ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા શરૂ કરી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી આ પદયાત્રા આજે સાંજે ભાવનગર પહોંચીને કલેક્ટર ને રજૂઆત કરી હતી.