સતપુરાણી બારોટ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયા

1818
GUJ2342018-3.jpg

જુનાગઢ ખાતે સુતપુરાણી બારોટ સમાજ ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નોત્સવ યોજાયો આ પ્રસંગે ૩૦૦૦ બારોટ સમાજના ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી રાજુલા, જામનગર કચ્છ, પોરબંદર ગીર સોમનાથ બોટાદ મોરબી, મહુવા તલાજા સા.કુંડલા ચલાલાના કુલ ૩ હજાર બારોટ સમાજની હાજરીમાં ૭ દિકરીઓને કરીયાવર સહિત કન્યાદાન દેવાયા આ પ્રસંગે બારોટ સમાજના સંત શિરોમણી શાંતીદાસ બાપુ, પ્રેસ પ્રતિનીધી અમરૂભાઈ બારોટ કલાકાર ગુલાબદાન બારોટ, રાજકોટ બારોટ સમાજ પ્રમુખ વસરામભાઈ બારોટ, ચદબરદાઈ ગ્રૃપ ્‌પરમુખ સંદેવભાઈ સોઢા કનકભાઈ બારોટ, અમરેલી બારોટ સમાજ પ્રમુખ રાજુભાઈ રેણુકા ડો.હીરેનભાી બારોટ સહિત સુત પુરાણી બારોટ સમાજના પ્રમુખ રમેશભાઈ સોનરાત તેમજ હેમુલભાઈ સોઢા દ્વારા અનેક મહાનુભાવો દાતાઓના સન્માન કરાયા. તેમજ રાજકોટ બારોટ સમાજ દ્વારા જુનાગઢના સમુહલગ્નોત્સવ નિમિત્તે તૈયાર કરેલ પ્રેસ પ્રતિનિધી અમરૂભાઈ બારોટના સન્માનપત્ર સાથે સન્માનીત કરાયા આ લગ્નોત્સવમાં ભવ્ય ડાયરામાં રાજુલાના બાળ કલાકાર જેવા અને મોટા કલાકારની હરોળમાં સ્થાન પામનાર ભરતભાઈ બારોટ અને રાજુભાઈ બારોટે ડાયરાની મોજમાં રૂપિયાની નોટોનો વરસાદ વરસ્યો રાજુલાના આ બે કલાકારોએ ૩૦૦૦ હજાર બારોટના સમુહને હિલોળા કરાવી દીધા.

Previous articleરાજુલાના જુની બારપટોળીના યુવકે જીપીએસસી-૨ પરીક્ષા પાસ કરી
Next articleઈશ્વરિયામાં પાણીનો દેકારો