આવકવેરા વિભાગ આઇટીઆર માટે કપાયેલી લેટ પેમેન્ટ ફી પાછી આપશે

550

ન્યુ દિલ્હી,તા.૧૨
આવકવેરા વિભાગે આ મહિનાની શરૂઆતમાં આઈટીઆર ફાઈલ કરનારા લોકોની ભૂલમાં કપાયેલી લેટ ફીઝ પાછી આપવાનો નિર્ણય લીધો છે. આ એ તમામ ટેક્સપેયર્સ માટે રાહતના સમાચાર છે જેઓ લેટ પેમેન્ટની ફીઝ કપાવાથી પરેશાન હતા. આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે ૩૦ જુલાઈ બાદ રિટર્ન દાખલ કરનારાઓની જે પણ લેટ પેમેન્ટ ફીઝ, વધારાનું વ્યાજ કપાયું છે તે પાછું આપી દેવામાં આવશે. આવકવેરા વિભાગે જણાવ્યું કે, આઈટીઆર સોફ્ટવેરની ભૂલના કારણે આ બન્યું હતું અને તેને ૧ ઓગષ્ટ સુધીમાં ઠીક કરી દેવામાં આવ્યું હતું. આ ભૂલના કારણે ૩૦ જુલાઈ બાદ આવકવેરો ભરનારાઓનું સેક્શન ૨૩૪છ અંતર્ગત વ્યાજ અને સેક્શન ૨૩૪હ્લ અંતર્ગત લેટ પેમેન્ટની ખોટી ગણતરી થતી હતી અને લોકોના એકાઉન્ટમાંથી તે પૈસા કટ થઈ રહ્યા હતા.
ઈનકમ ટેક્સ વિભાગે જ્યારથી નવું પોર્ટલ લોન્ચ કર્યું છે ત્યારથી કોઈ ને કોઈ નવી સમસ્યા આવતી રહે છે. આ મહિનાની શરૂઆતમાં એક નવી સમસ્યા આવી હતી કે ૩૧ જુલાઈ બાદ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓની લેટ પેમેન્ટ પેનલ્ટી કપાઈ, જ્યારે રિટર્નની લાસ્ટ ડેટ લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી દેવામાં આવેલી છે. સામાન્ય રીતે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની લાસ્ટ ડેટ ૩૧ જુલાઈ હોય છે પરંતુ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને વિભાગે આ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની લાસ્ટ ડેટ લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી દીધી છે.

Previous articleમોદી સરકારે લોકશાહીની હત્યા કરીઃ રાહુલ ગાંધીના મોદી પર પ્રહાર
Next articleસુપ્રિમ કોર્ટે નારાયણ સાંઈની પેરોલ અરજી ફગાવાઈ