ગાંધીનગર,તા.૧૨
આવતી કાલે દેશભરમાં નવી સ્ક્રેપ પોલિસ જાહેર થનાર છે ત્યારે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે તેમજ કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહેશે. દેશમાં ઈલેક્ટ્રીક વાહનનોને પોત્સાહન મળે તેમન પ્રદૂષણની માત્ર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી જાહેર થનાર છે. આવતી કાલે મહાત્મા મંદિર ખાસે દેશની સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવશે, મહત્વનું છે કે રાજ્યમાં જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો પ્લાન્ટ બનાવવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ પ્લાન્ટ કચ્છ અને ભાવનગરના અલંગમાં બને તેવું મનાઈ રહ્યું છે. આ પોલિસી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાંથી ૨૦૦થી વધુ ઓટોમોબાઈલ ડીલર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. એવું પણ મનાઈ રહ્યું છે કે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ અલંગ ખાતે શરૂ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે વર્તમાનમાં જે સ્ક્રેપ પોલિસી છે જેમાં સરકાર આંશિક સુધારો કરશે બાદમાં કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઈ રહી છે. મહત્વનું છે કે લોકસભામાં બજેટ સત્રમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરાઈ હતી ત્યારે બાદ રાજ્ય સરકારે સ્ક્રેપ પોલિસીના નીતિ નિયમો પર ચર્ચા શરૂ કરી છે. ગુજરાતમાં પણ કેન્દ્રના નિયમો પ્રમાણે જ પોલિસી લાગુ કરી શકાશે, જોકે તેમાં સુધારો વધારો થઈ શકે છે. નવા નિયમો પ્રમાણે વર્ષ ૨૦૦૫ પહેલાંના વાહનો સ્ક્રેપ થશે, ગુજરાતમાં ટુવ્હીલર અને ફોર વ્હીલરને ૧૫ વર્ષની મર્યાદા અપવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં ૨૦ વર્ષ બાદ વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી અંગે વિચારણાં હાથ ધરાઈ છે જે આવતી કાલે ગાંધીનગરથી જાહેર થનાર છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં અલંગ અને કચ્છ ખાતે સ્ક્રેપ વ્હીકલ પાર્ક આવેલો છે. રાજ્યમાં ૨૦ વર્ષ થયા બાદ હવે સ્ક્રેપ પોલિસી અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. જેને લઈ ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભામાં પોલિસના અંગે ચર્ચા કરશે. એવું મનાઈ રહ્યું છે કે નવા નિયમો પ્રમાણે વર્ષે ૨૦૦૫ પહેલાંના વાહનો સ્ક્રેપ થશે, જેમાં ટુવ્હીલર અને ફોર વ્હીલરને ૧૫ વર્ષની મર્યાદા અપાશે.