(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૪
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં સામે આવેલા ફ્રેશ કોરોના કેસના આંકડા જાહેર કર્યા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરના વાયરસના કુલ ૩૮,૬૬૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખની નીચે આવી છે. શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ ૪૦,૧૨૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેની સામે લગભગ ૨૦૦૦ જેટલા ઓછા કેસ નોંધાયા છે. નવા કેસની સાથે જ ભારતમાં કોરોનાથી સંક્રમિત કુલ સંખ્યા ૩,૨૧,૫૬,૪૯૩ થઈ છે. જ્યારે હાલ દેશમાં ૩,૮૭,૬૭૩ એક્ટિવ કેસ છે જે કુલ કોરોના કેસના ૧.૨૧ ટકા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૫,૭૪૩ લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા થયો છે. દેશમાં અત્યારસુધી કોરોનાથી કુલ ૩,૧૩,૩૮,૦૮૮ લોકો સ્વસ્થ થયા છે. જ્યારે કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૭૮ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃતકોની સંખ્યા ૪,૩૦,૭૩૨ થઈ છે. વેક્સીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી કુલ ૫૩,૬૧,૮૯,૯૦૩ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. ૧૩ ઓગસ્ટના રોજ દેશમાં ૬૩,૮૦,૯૩૭ લોકોને વેક્સીને આપવામાં આવી હતી. મહત્વનું છે કે ૩૮.૬૭ હજાર નવા કેસ અને ૪૭૮ લોકોનાં મોત, તેમજ ૩૫.૭૪ હજાર લોકો છેલ્લા ૨૪ કલાકમાં સ્વસ્થ થયા બાદ એક્ટિવ કેસમાં ૨.૪૫ હજારનો ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે સતત બીજા દિવસે ૪૦ હજારથી નીચે નવા કેસ નોંધાયા છે. આ ફ્રેશ કેસમાં સૌથી વધુ કેરળમાં ૨૦.૪૫ હજાર, મહારાષ્ટ્રમાં ૬.૬૯ હજાર અને તમિલનાડુમાં ૧,૯૩૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુ મામલે કોરોનાથી ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૫૮ લોકોનાં મોત થયા છે. તો કેરળમાં ૧૧૪ અને ઓડિશામાં ૬૦ લોકોનાં મોત થયા છે. જોકે ચિંતાનું કારણ એ છે કે ૧૧ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક્ટિવ કેસમાં વધારો નોંધાયો. જોકે આ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં કોરોના ટેસ્ટિંગ કેપેસિટીને સતત વધારવામાં આવી રહી છે. આઇસીએમઆરના આંકાડ મુજબ ૧૩ ઓગસ્ટના દિવસે દેશમાં કુલ ૨૨,૨૯,૭૯૮ સેમ્પલનું દેશમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૯,૧૭,૦૦,૫૭૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે સરકારે રજૂ કરેલી માહિતી મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકનો દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૭૩ ટકા રહ્યો છે. જે સતત ૧૯માં દિવસે ૩ ટકાથી નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ૨.૦૫ ટકા રહ્યો છે.