બીકોમ સેમે.૬ના સ્ટેટેસ્ટીક વિષયમાં વધુ પ્રમાણમાં વિધાર્થીઓ નાપાસ થતાં રોષ : રજૂઆત કરાઇ

131

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર ૬નું પરિણામ જાહેર થતાં અને જેમાં સ્ટેટેસ્ટીક વિષયમાં મોટા ભાગના વિધાર્થીઓ નાપાસ થતાં વિધાર્થીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. આ અંગે આજરોજ ભાવ.યુનિ.ના કોર્ટ સભ્યો અને વિધાર્થીઓ દ્વારા ભાવ.યુનિ.ના કુલપતિને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં તેમ પણ જણાવાયું હતું કે જે વિધાર્થીઓને આ અગાઉ સેમેસ્ટર ૧ થી ૫માં સારા માર્કસ આવ્યા હોય તેવા વિધાર્થીઓને સેમ-૬માં ૦ માર્ક આવતા ભારે દેકારો થયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ કુલ પરિણામ ૫૪ ટકા જેટલું આવેલ છે. જ્યારે બાકીના ૪૬ ટકા વિધાર્થીઓ નાપાસ થયા છે તેમાં મોટાભાગે સ્ટેટેસ્ટીક વિષયમાં વિધાર્થીઓ નાપાસ થયા છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પેપરની તપાસણીમાં બેદરકારી રખાઇ હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. વિધાર્થીઓએ માંગ કરી હતી કે, પરિક્ષાનું પરિણામ સુધારવું જોઇએ અને વિધાર્થીઓને ન્યાય મળવો જોઇએ.

Previous articleભાવનગરમાં ગેરકાયદે ધમધમતા બાયોડીઝલના છ પમ્પ સિલ : આખી રાત કાર્યવાહી શરૂ રહી
Next articleઇમામ હુસેનની યાદમાં ઠંડા પીણાનું વિતરણ