ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક સહીત 1 હજાર કરતા વધુ કર્મચારીઓએ યાત્રા નું ભવ્ય સ્વાગત કર્યુ..
ભારતીય જનતા પાર્ટી દ્રારા બોટાદ જીલ્લાના રાણપુરમાં આજે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા જન આશિર્વાદ યાત્રા લઈને આવ્યા હતા. જ્યા વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપની દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.ટેક્ષપીન બેરીંગ કંપનીના 1 હજાર કરતા વધુ કર્મચારીઓ દ્રારા રોડ ઉપર ઉભા રહીને યાત્રાનું સ્વાગત કર્યુ.ઠેર-ઠેર ટેક્ષપીન બેરીંગ કંપની દ્રારા સ્વાગતના બેનરો લગાવવામાં આવ્યા હતા.ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા તેમજ દિપેનભાઈ મકવાણા દ્રારા કેન્દ્રીયમંત્રી મહેન્દ્ર મુંજપરાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.જ્યારે ટેક્ષપીન બેરીંગ કંપની તરફથી હાજર તમામ લોકોને નાસ્તાના ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર