તળાજા તાલુકાના દેવળીયા ગામ નજીક આવેલ ખોડીયાર મંદિરના ગત મોડી રાત્રિના કોઇ અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
બનાવની વિગત એવા પ્રકારની છે કે તળાજા થી પાલીતાણા હાઇવે રોડ ઉપર અને દેવળીયા નજીક પ્રખ્યાત ભિકડા વાવ ખોડીયાર મંદિર તરીકે ઓળખાતા મંદિરે આજે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ એ બારણાંના નકૂચા તોડી નાખ્યાં હતાં પરંતુ અંડર ગ્રાઉન્ડ લોક હોવાને લઈને ચોરી કરવાનો પ્લાન નિષ્ફળ ગયો હતો.મંદિરમાં સેવા પૂજા કરતા દેવળીયા ગામના પૂજારીએ જણાવ્યું હતું કે આ મંદિરમાં અવાર નવાર નાની મોટી ચોરીઓ થાય છે પરંતુ સામાન્ય બનાવ સમજી લઈને પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતી નથી પરંતુ આ મંદિરની જગ્યામાં આવારાં અને લુખ્ખા તત્વોનો સતત ત્રાસ રહે છે.આ બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી બીટ જમાદાર મનજીભાઈ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.