મહુવામાં પૂ. મોરારીબાપુ દ્વારા આયોજિત તુલસી જયંતિ મહોત્સવ સંપન્ન

533

રામચરિતમાનસના રચનાકાર કવિ અને સંત શ્રી તુલસીદાસ ની જન્મ જયંતી શ્રાવણ સુદ સાતમના તુલસી જયંતી તરીકે ઉજવાઈ રહી છે તેને કેન્દ્રસ્થાને રાખીને દર વર્ષે પૂજ્ય મોરારી બાપુ દ્વારા તુલસી જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્રિદિવસીય કાર્યક્રમ આજરોજ ૧૫ ઓગસ્ટના રોજ એવોર્ડની અર્પણવિધિ સાથે કૈલાસ ગુરુકુળ મહુવામાં સંપન્ન થયો.જેમાં ચાલુ વર્ષે બે વાલ્મિકી,બે વ્યાસ,અને ચાર તુલસી એવોર્ડ વિદ્વાનોની વંદના કરવામાં આવી હતી. ચાલુ વર્ષે આ એવોર્ડનું વર્ષ અગિયારમાં હોવાથી તુલસી એકાદશી તરીકે તેને ગણી શકાય.ગત વર્ષના એવોર્ડ આ વર્ષે અર્પણ થયા.આ એવોર્ડ રામચરિતમાનસ, ભાગવતજી વગેરે ગ્રંથગાન કરનારને અને તે ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારને અર્પિત થાય છે.ચાલું વર્ષે તુલસી એવોર્ડ કામદગીરી પીઠાધીશ્વર સ્વામી શ્રી રામ સ્વરૂપચાર્યજી મહારાજ (ચિત્રકુટધામ),દીદીમા સાધ્વી શ્રી ઋતંભરાજી,સત્યમ્‌ પીઠાધિશ્વર આચાર્યશ્રી હરિદાસ મહારાજ (અયોધ્યા) અને આશિષ મિશ્રાજીને પ્રાપ્ત થયાં.વાલ્મિકી એવોર્ડ પેરેબ્મદુરના પ્રેમા પાંડુરંગ જી જો કે તેઓ સ્વર્ગ વાસી થયાં તેથી તેના પ્રતિનિધિ એ તેનો સ્વીકાર કર્યો.તથા ચિતંક ગુણવંતભાઈ શાહ ને અર્પણ થયો.વ્યાસ એવોર્ડ ભાગવતાચાર્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા (મુંબઈ)તથા કૃષ્ણચંદ્ર શાસ્ત્રી ’ઠાકુરજી’ (વૃંદાવન)ને આપવામાં આવ્યો. મોરારીબાપુએ આ ઉત્સવ ચાલુ રાખવાં અને તેને વધું વિસ્તારવાની મનોરથ વ્યક્ત કર્યો હતો. પુ.બાપુએ સમાપન સત્રને સંબોધિત કરતા જણાવ્યું કે, તુલસીજીએ વિશ્વને રામચરિતમાનસના માધ્યમથી એક કર્યુ છે. અહીંયા સૌ કોઈએ પિતૃ કમાઈની વાત પ્રસ્તુત કરી પરંતુ હું ગુરુજીના કોના કમાઈને મહત્વ આપું છું. ગોસ્વામીજી ૧, ૩ ,૫, ૭, ૯ ,૧૧, મળીને ૩૬ પૂર્ણાંકનું મહત્વ આક્યુ છે. સાધુને પ્રમાણપત્રની નહીં પ્રેમપત્ર ની જરૂર રહેતી હોય છે. કથાજગતના તમામ લોકો ને હું સહર્ષ સ્વીકાર કરું છું. તે સૌ કોઈ ની મહત્તાને પણ આદર આપું છું. કોઈ સંજોગો વસાત છોને પ્રસિદ્ધિ ન પામી શક્યું પરંતુ તેમની જ્યાં છે ત્યાં પ્રજ્ઞા વંદનપાત્ર હોય છે. કથા જગતને પણ પોતાની એક સંહિતા હોવી જોઈએ તેમ હું માનું છું. યુદ્ધથી જે નીકળી જાય તેને બુદ્ધમાં સમય નથી લાગતો. મહેક અને મૂલ્ય બંને જાણે તે સાધુ છે. અન્નક્ષેત્ર તે બ્રહ્મ ક્ષેત્ર હોય છે.કોરોના ગાઇડ લાઇન મુજબ સમારોહ સંપન્ન થયો.કાયૅક્રમનુ સંચાલન હરીચદ્ર ભાઈ જોશીએ તથા સંકલન,આયોજન જયદેવભાઈ માંકડે સંભાળ્યું હતું.ઉતર ભારતના આધ્યાત્મિક જગતના વિદ્વાનોની ખૂબ પ્રેરક ઉપસ્થિતિ હતી.

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવને નાગરવેલના પાંદડાઓનો દિવ્ય શણગાર કરાયો
Next articleભાવનગરમાં યુવાનને શારીરિક સંબંધ બાંધવા માટે બોલાવી મહિલાએ જ બે શખ્સો સાથે મળી હત્યા નિપજાવ્યાનો ખુલાસો