સિહોર તાલુકાના કરદેજ ગામે રહેતા યુવાનને સોડવદરા-નવાગામ રોડ પર જીઆઇડીસી વિસ્તારમાં રોડપર પડેલ વિજ વાયર થી અકસ્માતે શોર્ટ લાગતાં યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં મથેકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાબેના કરદેજ ગામે રહેતો રાજુ બાલાભાઈ ખમલ ઉ.મ.૩૬ આજરોજ સવારે ૬ઃ૩૦ વાગે નોકરીએ થી પરત આવતા હતા ત્યારે નવાગામ થી કરદેજ ગામની વચ્ચે આવેલ સોડવદરા ગામ પાસે રોડ પર પોલ પરથી તૂટીને નીચે લટકી રહેલ જીવંત વીજપ્રવાહ ધરાવતા વીજ વાયરને સ્પર્શી જતાં વીજશોર્ટ લાગતાં યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ વરતેજ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બાબતે મરણજનારના મોટાભાઈ ભુપતભાઈ એ જણાવ્યું હતું કે નવાગામ પાસે આવેલ જય કેમિકલમાંથી વહેલી સવારે નોકરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળા એ નવાગામ થી કરદેજ ગામ ની વચ્ચે આવેલ સોડવદરા ગામ પાસે રોડ પર ૧૧ ાદૃ ની પીજીવીસીએલ કંપની લાઈન લટકતી હતી જે મારા ભાઈ ના ગળામાં ભરાઈ જતા તેને શોર્ટ લાગતા મોત નીપજ્યું હતું. આમાં પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવે છે તેમ જણાવ્યું હતું અને લાઈન તૂટી ગઈ હતી તો અધિકારીઓએ લાઇનબંધ કેમ નથી કરી…? આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.પીજીવીસીએલ ના નાયબ ઈજનેર વી.એ.પ્રજાપતિ એ જણાવ્યું હતું કે સોડવદરા ગામ આજે વહેલી સવારે ૬ઃ૩૦ વાગે બાજુની કંપની વાળાઓએ અમને જાણ કરી હતી કે લાઈન તૂટી છે, જે અંગે અધિકારી એ જણાવ્યું કે મેઈન વીજ લાઈન હોય તો ઓટોમેટીક બંધ થઈ જાય તેવી સિસ્ટમ હોય પણ લોડ લાઈનમાં આવું હોતું નથી. આ લાઈન બાવળના ઝાડ પર પડી હતી જેની જાણ વીજ કંપનીને જાણ થઈ ન હતી જેના લીધે અકસ્માત બન્યો.