ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠનના નવનિયુક્ત મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાએ તારીખ ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ અને ગુરુવારના રોજ ભાવનગરની મુલાકાત લીધેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે બપોરે ૩.૩૦ કલાકે શહેર સંગઠન સાથે પરિચય બેઠક કરેલ, અને સૌ પદાધિકરી કાર્યકરોને માર્ગદર્શન આપેલ. આ પરિચય બેઠકની શરૂઆત સાંધી ગીત અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવેલ, જેમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી શ્રીઓ, યોગેશભાઈ બદાણી અને ડી.બી. ચુડાસમા, મેયર કીર્તિબેન દાણીધરીયા ડે. મેયર કુમારભાઈ શાહ શાશક પક્ષના નેતા બુધાભાઈ ગોહેલ દંડક પંકજસિંહ ગોહિલ, તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ, નગર સેવકો, વોર્ડ સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ વિવિધ સેલ-મોરચાના પ્રમુખો સહિત સમગ્ર શહેર સંગઠન અને વોર્ડ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહેલ તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર શ્રી હરેશભાઇ પરમાર, સહ કન્વીનર તેજસભાઈ જોશી અને પ્રવક્તા આશુતોષભાઈ વ્યાસની યાદી જણાવે છે…