માંગરોળના દરજી કામ કરતા પિતાના સંતાન ડો સચિન જે. પીઠડીયા એ જી.પી.એસ.સી વર્ગ ૨ની પરિક્ષા ઉત્તીર્ણ કરી

146

જુનાગઢ
જુનાગઢ જીલ્લાના માંગરોળના વતની માતા ઉષાબેન અને પિતા જયંતિલાલ પીઠડીયાના પુત્ર ડૉ.સચિન જે. પીઠડીયા એ વષૅ ૨૦૨૧ માં ગાંધીનગર થી લેવાતી સૌથી કઠીન ગણાતી જી.પી.એસ.સી વગૅ ૨ અઘીકારી તરીકે ગવર્મેન્ટ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા સમાજશાસ્ત્ર વિષયમાં ઉત્તીર્ણ થયા છે.(GPSC claas 2 officesar ) માંગરોળ જેવા અંતરિયાળ વિસ્તારમાં સામાન્ય પરિવાર માં પિતા દરજી કામ કરતા હતાં અને માતા પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતા બાળકોને ટયુશન કરાવીને પુત્રના ભણવાની ફી ભરતા હતા. પિતા સાયકલ લઈ ને દુકાને જતા તે દુખ મારાથી જોવાતુ નય તેને એક દિવસ ફોર વ્હીલર મા બેસાડવાનું સપનું જોયેલુ આવિ પરિસ્થિતિમાં પરિવારમાં આર્થિક મુશ્કેલી વચ્ચે અડગ મનોબળ ધૈર્ય , હિંમત થી ઘોરણ એક થી M.A , M.Phil , Ph.D, NET , G.SET , GPSC claas ૨ સુઘીની સફર પુરી કરી છે.આ તકે તારીખ ૯/૮/ ૨૦૨૧ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવન રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો નિતીનકુમાર પેથાણી, ઉપકુલપતિ ડૉ વિજય દેસાણી, ડૉ પ્રો ભરતભાઈ રામાનુજ, ડૉ પ્રો નિકેશ શાહ, સમાજશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ પ્રો ડો જયશ્રીબેન નાયક મેડમના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભવનનાપ્રો ડો ભરતભાઈ ખેર, પ્રો ડો રાકેશભાઈ ભેદી સાહેબે વિશેષ પ્રોત્સાહન પુરુ પાડયુ હતુ.આમ આ સફર માઅનેક મુશકેલીઓ વચ્ચે બે માની ગરજ પુરી પાડે તેવા ભરત મામા ,પ્રકાશ મામા અને કમલ મામા ખુબજ સામાજિક અને આર્થિક મદદ મળી. બહેન દિપ્તી પીઠડીયાએ ભણવા પ્રત્યે ખૂબ પ્રોત્સાહન આપીયુ. કોલેજ કાળમા શારદાગ્રામ કોલેજ માંગરોળના પ્રી.પ્રો.ડો એચ.ડી ઝણકાટ સર, પ્રો ડો સોસા સર, પ્રો. ડો રમેશ મહેતા સર, પ્રો. ડો સતીષ દવે સર, પ્રો. ડો સોલંકી સર, પ્રો. ડો ઉપાઘ્યા સર, પ્રો. ડો ચાવ્હલા સર સહિત તમામ પ્રોફેસરો પાસેથી પરિક્ષાલક્ષી ખુબજ શ્રેષ્ઠ માર્ગદર્શન મળી રહ્યુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવનનાહેડ સ્વગૅસ્થ પ્રો ડો હરેશ ઝાલા સાહેબે પાસેથી વિષય સંદર્ભે ખૂબ ઉપયોગી માગૅદશન મળ્યુ ઉપરાંત પ્રવૅતમાન હેડ પ્રો ડૉ જય શ્રી બેન નાયક, પ્રો ડો ભરત ભાઈ ખેર , પ્રો ડૉ રાકેશ ભાઈ ભેદી સર પણ વિષય સંદર્ભે અમોને માગૅદશન કરીયા. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના પ્રોફેસર જયદીપસિહ ડોડીયા ,પ્રો ડૉ ભૂપેન્દ્ર ભાઈ બ્રહ્મભટ્ટ એન પી આટૅસ કોલેજ અમદાવાદ ,યુ ટ્યુબ ઓનલાઈન કેરીયર એકસપટ જયેશભાઈ વાઘેલા જામનાગર,પ્રોફેસર નિલેશભાઈ બી. સેતા- ભાવનગર, પ્રોફેસર યોગેશભાઈ ચાડસણીયા- ઉમરપાડા, પ્રોફેસર શૈલેષભાઈ ડી. કાનાણી રાપર, ખુશ્બુ વાળા અમદાવાદ, પ્રા. સંદિપ સાંચલા કઠલાલ જિ-ખેડા ડો.પંકજકુમાર મુછડીયા રાજકોટ આ તમામ પ્રોફેસરો અને મીત્રો પાસેથી પરિક્ષાની તૈયારી માટે માર્ગદર્શન પ્રાપ્ત થયુ. મારી આ સફળતા બદલ તમામ કુટુંબીજનો અને મિત્રોનો આ તકે આભાર વ્યક્ત કરું છું. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળ ની યુ.એમ.કે, તિરૂપતિ હાઈસ્કૂલ માં મેળવ્યુ છે. તે બાદ ઘોરણ ૧૧- ૧૨ કે. કા. શાસ્ત્રી મા અભ્યાસ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ભાગ લીધો. એમ. એન. કંપાણી કોલેજ મા સમાજશાસ્ત્ર વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ સાથે રાજ્ય પ્રદેશ કક્ષા સુધી વકૃત્વ સ્પર્ધામા પ્રથમ નબંર મેળવેલ. કોલેજ કાળ દરમિયાન સમાજશાસ્ત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ઉડી સમજ ઉભી થય અને પ્રોફેસર બનવા નું સપનું ત્યાંથી જોયુ ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર માં ભવનપ્રો ડો ભરત ભાઈ ખે૨ના માર્ગદર્શન હેઠળ વષૅ ૨૦૧૪ એમ.ફીલ પૂર્ણ કર્યું અને ૨૦૧૬માં પીએચ.ડી માં પ્રવેશ મેળવ્યો ત્યાર બાદ રાષ્ટ્રીય કક્ષાનીNational Eligibility Test (નેટ) અને ગુજરાત Eligibility Test (જી સેટ) બંને પરિક્ષા વષૅ ૨૦૧૮માં ઉતીર્ણ કરી.ત્યાર બાદ જી.પી.એસ.સી વગૅ ૨ ની પ્રીલીમ પરીક્ષા વષૅ ૨૦૧૯ પાસ કરી, વષૅ ૨૦૨૦ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી પ્રિન્સપાલ એચ. ડી ઝણકાટ સરના માર્ગદર્શન હેઠળ પી એચ.ડી ની ડ્રિગ્રી મેળવી.વષૅ ૨૦૨૧ માં જી.પી.એસ.સી વગૅ ૨ ગવર્મેન્ટ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરની પરિક્ષા સમાજશાસ્ત્ર વિષયમાં ઉત્તીર્ણ કરી.

Previous articleરિષભ પંતે અક્ષર પટેલને ઉંચકીને જોરદાર કસરત કરી
Next articleઅમરેલી ખાતે સંસ્કૃત ભાષા લોકભોગ્ય બને તેવા પ્રયાસથી જન જાગૃતિ રેલી કઢાઈ