ધંધુકાના ધારાસભ્ય અને ભાવનગરના પ્રભારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
ભાવનગર ખાતે આજરોજ ધંધુકાના ધારાસભ્ય અને ભાવનગરના પ્રભારી રાજુભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજાઇ હતી,જેમાં માહિતી આપતા ધારાસભ્ય જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ભાજપની સરકારે ર્ષ્ઠદૃૈઙ્ઘ-૧૯ માં મૃત્યુ પામેલા લોકોના આંકડા છુપાવ્યા તે વાસ્તવિકતા છે, કોંગ્રેસ દ્વારા આગામી ત્રણ સપ્તાહ સુધી ર્ષ્ઠદૃૈઙ્ઘ-૧૯ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના તમામ કાર્યકરો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરે-ઘરે જઈ કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોની યાદી લઈ ફોર્મ ભરશે અને મરણનું પ્રમાણપત્ર મેળવશે.ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં જેમને પોતાના સ્વજન ગુમાવ્યાના છે તેમને ૪ લાખ રૂપિયાનું વળતર મળે અને નોકરી મળે સાથે જ જેમણે પણ દસ દિવસથી વધું મેડિકલ સારવાર લીધી છે તેમને પરત મેડીકલ બીલ (વળતર) મળે તેવા હેતુથી આગામી ત્રણ સપ્તાહ સુધી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે, ત્યારબાદ કોંગ્રેસ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ આપવામાં આવશે. ભાવનગર શહેરમાં આજથી જ અલગ-અલગ વોર્ડમાં જય કોંગ્રેસના કાર્યકરો કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના ફોર્મ ભરશે, ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનો આ મિશન કેટલા અંશે સફળ થશે અને લોકોને પણ ૪ લાખનું વળતર મળશે કે નહીં તે આવનારા દિવસોમાં જ ખ્યાલ આવી જશે.ભાવનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના તમામ લોકોએ પોતાના હાથમાં ર્ષ્ઠદૃૈઙ્ઘ-૧૯ નું ટેમ્પ્લેટ લઈ ન્યાય યાત્રાનો શુભારંભ કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં ધંધુકાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, જિલ્લાના પ્રભારી સંજયસિંહ ગોહિલ, ભાવનગર શહેરના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, તેમજ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, જિલ્લા પંચાયત વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ તેમજ યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઇ અને અલગ-અલગ વોર્ડના કોર્પોરેટર તેમજ વિવિધ સેલના કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.