શેત્રુંજય પર્વત પર આવેલ મહાદેવ મંદીરના પૂજારી નક્કી કરવાનો અધિકારી જૈન સમુદાયનો : હાઇકોર્ટ

182

ભાવનગર, તા.૨૦
જૈનોના તીર્થધામ પાલીતાણામાં આવેલા શેત્રુજંય ડુંગર પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પુજારી શેઠ કલ્યાણજી આણંદજી ટ્રસ્ટ દ્વારા જ નક્કી કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.
બ્રાહ્મણો જ મહાદેવ મંદિરના પુજારી બની શકે તે દલીલને જસ્ટિસ વિનિત કોઠારી અને જસ્ટિસ ઉમેશ કોઠારીની ખંડપીઠે ફગાવી દીધી છે.સરકારને આદેશ કર્યો છે કે, જૈનોની યાત્રા અને દેરાસરની આસપાસ કોઇ દબાણ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. વિશ્વ હિદું પરિષદએ શેત્રુજંય ડુંગર પર આવેલા નીલકંઠ મંદિરના પુજારીને લઇને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. કોર્ટે અરજી ફગાવતા એવું અવલોકન કર્યુ હતુ કે, મહાદેવ મંદિરમાં પુજારી કે અન્ય વ્યકિત રાત્રિ રોકાણ કરી શકશે નહી. સાથે પ્રસાદ કે ખાવાની કોઇ વસ્તુ મંદિરમાં રાખી શેત્રુંજય ડુંગર પર જૈનોનું અતિ પવિત્ર યાત્રાધામ આવેલું છે તેને સ્વચ્છ અને સુઘડ રાખવાનું કાર્ય જૈન ટ્રસ્ટો દ્વારા થઇ રહ્યુ છે. તળેટી થી લઇને ડુંગરની ઉપર સુધી કોઇ ગેરકાયદેસર દબાણ પણ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. અદાલતે મુઘલ સામ્રાજ્યના સમયમાં જૈન સમાજના શેઠ શાંતિદાસ ઝવેરીને અકબર અને અન્ય સમ્રાટો દ્વારા આપેલા હુકમોને ટાંકીને જણાવ્યું હતું કે,મોગલકાળ દરમિયાન જ ગુજરાતના પાલિતાણા શત્રુંજય અને જૂનાગઢ ગિરનારની ટેકરીઓ અને સમ્મેત શિખર તીર્થ બંગાળના જૈન સમાજને આપવામાં આવ્યા હતા. કોર્ટે ૧૮૭૭ અને ૧૯૨૮ ના કરારોને ટાંકીને બ્રિટિશ યુગના બિલને ટાંકીને કહ્યું કે આ નિર્ણય તમામ પક્ષો માટે બંધનકર્તા છે.

Previous articleએસટીની અપૂરતી સેવાને કારણે વેજલકા ગામના વિધાર્થીઓ હેરાન-પરેશાન
Next articleવડવાના કામનાથ મહાદેવ મંદીરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન