પાલિતાણામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરતાં કેન્દ્રીય મંત્રી માંડવિયા

256

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે સવારે પાલીતાણા ખાતે એક અને અખંડ ભારતના શિલ્પી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે,સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા અને સરદાર ચોકના અનાવરણ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા આર. સી. મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ઘનશ્યામભાઈ શિહોરા, રેખાબેન ડુંગરાણી તથા પાલીતાણાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleપાલીતાણા ખાતે કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાતે : માંડવિયા
Next articleકેન્દ્રીય મંત્રી માંડવિયાએ સોનગઢ ગુરુકુળની મુલાકાત લીધી