આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ અવસરે બહેનો તેમના ભાઈને રક્ષાસૂત્ર બાંધી તેમની પ્રગતિની મંગલ કામના કરે છે, તો ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે તેવો આ પવિત્ર તહેવાર છે.જેલની બહાર જે રીતે આ તહેવારની ઉજવણી થાય છે તે જ રીતે જેની અંદર રહેલા બંદીવાન ભાઈઓ પણ આ તહેવારનો હિસ્સો બને તેવા શુભ આશયથી ભાવનગર જેલની અંદર પણ રક્ષાબંધનની પવિત્ર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જેલમાં રહેલા બંધીવાનોની બહેનોએ જેલ પરિસરમાં જઈને જેલ વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી જોગવાઇઓને અનુસરીને તેમના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધ્યું હતું
અને તેમના મંગલની કામના કરી હતી.રક્ષાબંધન તહેવાર નિમિત્તે ડૉ.કે.એલ.એન.રાવ, અધિક પોલીસ મહાનિર્દેશક, (જેલ અને સુધારાત્મક વહીવટ) ની સૂચનાથી અને ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક જે.આર.તરાલના માર્ગદર્શન હેઠળ તથા અન્ય અધિકારી/કર્મચારી દ્વારા જેલમાં રહેલ બંદીવાન ભાઇઓને તેઓની સગી બહેનો દ્વારા રૂબરૂ રાખડી બાંધવાનો તેમજ બંદીવાન બહેનો દ્વારા તેઓના ભાઇઓને રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવતા જેલ બંદીવાનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર પર્વની ઉજવણી કોરોના કોવિડ-૧૯ ના જીર્.ં.ઁ. ના પાલન સાથે કરવામાં આવી હતી.