જન આશીર્વાદ યાત્રાનનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત, ઝવેરચંદ મોંઘાણી ઓડિટરિયમ ખાતે સમાપન સમારંભ યોજાયો

301

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા છેલ્લા બે દિવસથી ભાવનગર શહેર-જિલ્લાના પ્રવાસે
ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા રાજકોટથી શરુ કરી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગર સુધી પહોંચાડી આજે ભાવનગરમા ભવ્ય સ્વાગત સાથે ઝવેરચંદ મોંઘાણી ઓડિટરિયમ ખાતે સમાપન સમારંભ યોજાયો હતો.કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા છેલ્લા બે દિવસથી ભાવનગર શહેર-જિલ્લાના પ્રવાસે છે. જેમાં જન આર્શિવાદ યાત્રા અન્વયે આજે મોડી સાંજે શહેરમાં આવી પહોંચતા ભાવનગર શહેર-જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે વિરાટ માનવ મેદની ઉમટી પડી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાજયમાં જન આર્શિવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત કેન્દ્રમાં મહત્વના હોદ્દા ધરાવતા મંત્રીઓ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાવનગરના પનોતા પુત્ર અને લોક લાડીલા નેતા પાલીતાના તાલુકાના હણોલ ગામના વતની મનસુખભાઇ માંડવીયા દિલ્હી સરકારમાં આરોગ્ય વિભાગ સહીતના ઉચ્ચ ખાતાઓ પર સેવા આપી રહ્યા છે.

ત્યારે મનસુખ માંડવીયાની આગેવાનીમાં આ યાત્રા રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને બોટડ સહીતના જિલ્લામાં ફેરવવામાં આવી હતી. આ જન આશીર્વાદ યાત્રાનો સમાપન સમારંભ ભાવનગર ખાતે યોજાયો હતો. યાત્રા ભાવનગરના પાલીતાણા તાલુકામાં અને આજરોજ નિર્ધારીત કાર્યક્રમ મુજબ ભાવનગર શહેરમાં જન આર્શિવાદ યાત્રા સંદર્ભે મોડી સાંજે શહેરમાં આવી પહોંચ્યા હતા.મનસુખ માંડવીયાની આ યાત્રાને ભાવનગર શહેરના નારી ચોકડી ખાતે ભવ્ય અતિશબાજી કરી અને ડીજે ઢોલ નગરા સાથે સ્વાગત કરાયું હતું. જ્યાં થી આ યાત્રા શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી હતી. જ્યાં તમામ સ્થળો પર જન આશીર્વાદ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. શહેરના પ્રવેશદ્વાર સમાન ગણાતા ગઢેચી વડલા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યાંથી આ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ઝવેરચંદ મેઘાણી ઓસીટોરિયમ ખાતે કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં યાત્રાનું સમાપન કરાયું હતું. જન આશીર્વાદ યાત્રા સમાપન કાર્યક્રમમા આ યાત્રામાં આયોજન માટે કાર્ય કર્યું તેવા આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.સાથે જ ડૉ.માંડવીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર આરોગ્ય વિભાગ દ્વારા છ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં હવે નાના બાળકોને આપી શકાય તેવી પણ વેક્સીન હોવાની માહિતી આપી હતી. સાથે જ ત્રીજી લહેર અંગે જણાવયી હતું કે હજુ બીજી લહેર સમાપ્ત નથી થઇ રોજ હાલ મા પણ ૩૦ હજાર કરતા વધુ કેસ નોંધાય છે. તો લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. અને આગામી સમયમાં વેક્સીનેશન કામગીરી ઝડપી કરાશે અને લોકોને કોરોના મુકત રહે તેવા પગલાં લેવાશે. હાલ આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.કેન્દ્રીય મંત્રી માંડવીયા દ્વારા ભાવનગર ખાતે યાત્રા સમાપન સમારંભમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયા હતા. જેમની સાથે રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર કિર્તીબેન દાણીધારીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષા બાંધતા ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા
Next articleહાથબ ગામે માછીમારો દ્વારા દરિયાદેવના પૂજન- અર્ચન સાથે નાળીયેરી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી