સાળંગપુર હનાનજીદાદા ને મહાદેવનો શણગાર અને અમરનાથ ગુફા દર્શનનો શણગાર કરાયો

263

બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર પ્રસાશન દ્રારા હિન્દુ ધર્મના દરેક તહેવાર ઉપર હનાનજીદાદા ને અલગ-અલગ શણગાર કરવામાં આવી રહ્યા છે.કરોડો ભક્તો હનુમાનજીદાદા માં આસ્થા ધરાવે છે.ત્યારે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે હનુમાનજીદાદાને મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો.શાસ્ત્રી સ્વામી હરીપ્રકાસદાસજી(અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ તેમજ કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી,પુજારી સ્વામી ધર્મકીશોરદાજી(ડી.કે.સ્વામી) તેમજ મંદીરના સેવકો દ્રારા આજે તારીખ-૨૩-૮-૨૦૨૧ ને શ્રાવણ માસના સોમવાર નિમિત્તે હનુમાનજીદાદા ને મહાદેવજી નો સુંદર શણગાર તેમજ અમરનાથ ગુફા દર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવ્યો હતો.

Previous articleઅંડર -૨૦માં શૈલી સિંહએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવ્યો
Next articleનહેરુ યુવા કેન્દ્ર -ભાવનગર દ્વારા આઝાદી દોડ કાર્યક્રમનું કરાયેલું આયોજન