રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા ભાવનગર જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી

136

સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના કે જેના દ્વારા પાછલા વર્ષોમાં તમામ ક્ષત્રિય કુળના રાજપૂતોને એક કરી સામાજિક એકતા સ્થાપવાના સક્રિય પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જે અનુસંધાને રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ભાવનગર જિલ્લાના પ્રવાસે હતા. આ દરમીયાન સંગઠન મજબૂત કરવાના ભાગરૂપે જિલ્લા તેમ જ તાલુકામાં નવી નિમણુંકો આપવામાં આવી હતી જેમાં રાજપૂત સમાજના યુવા આગેવાન જયરાજસિંહ મોરીને ભાવનગર જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ તરીકે તથા ભરતસિંહ ચૌહાણ – દેવગાણાને (જિલ્લા ઉપાધ્યક્ષ), ભગીરથસિંહ ગોહિલ વકીલને (જિલ્લા સંગઠન મંત્રી) અજયસિંહ મોરી (કસોટીયા)ને (જિલ્લા મંત્રી) તરીકેનો પદભાર આદરણીય રાજ શેખાવત, જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ મોરી દ્વારા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સોંપવામાં આવ્યો હતો જેને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યા હતા.

Previous articleનહેરુ યુવા કેન્દ્ર -ભાવનગર દ્વારા આઝાદી દોડ કાર્યક્રમનું કરાયેલું આયોજન
Next articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી