સિહોર પોલીસે હથિયાર, કાર્ટિસ બાઈક મળી કુલ રૂ,૭૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
સિહોરમાં ગંભીર અપરાધ ના ઈરાદે ગેરકાયદે ઘાતક હથિયારો સાથે ફરતાં બે શખ્સોને સિહોર પોલીસે ઝડપી લઈ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર જિલ્લાના સિહોરમાં ગત મોડી સાંજે સિહોર ટાઉન પોલીસ મથકના જવાનો તથા ડી સ્ટાફ જાહેર સુરક્ષા વ્યવસ્થા અકબંધ જાળવી રાખવા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પર હોય
એ દરમ્યાન જવાનો જીઆઇડીસી વિસ્તારમાં પહોંચતા એક બાઈક પર બે શખ્સોની વર્તણૂંક શંકાસ્પદ જણાતાં આ શખ્સો ને અટકાવી અંગઝડતી સાથે પુછપરછ હાથ ધરી હતી જેમાં અટક માં લીધેલ શખ્સોએ પોતાના નામ આ મુજબ જણાવ્યા હતા જેમાં ભગીરથ અરવિંદ મકવાણા ઉ.વ.૧૯ રે.ગાયત્રી પાર્ક સિહોર તથા મોસિન ઉર્ફે મોચો યુસુફ લાખાણી ઉ.વ.૨૭ રે.ખાટકીવાડ સિહોર વાળા હોવાનું જણાવેલ આ શખ્સના કબ્જા માથી ત્રણ દેશી તમંચા(દેશી કટ્ટા) બે પિસ્ટલ તથા સાત જીવતા કાર્ટિસ અને એક બાઈક સાથે કુલ રૂ,૭૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની આર્મ્સ એક્ટ હેઠળ ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.