ABVP અને NSUI એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની માગ કરી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર ૬નું પરિણામ જાહેર થતાં અને જેમાં સ્ટેટેસ્ટીક વિષયમાં મોટા ભાગના વિધાર્થીઓ નાપાસ થતાં વિધાર્થીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. અને આ અંગે બે વખત રજુવાત કરવા છતાં ઉકેલ ન આવતા ફરી એક વખત એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગ્રેસિંગ આપવા કુલપતિ ની ઓફીસ સામે ઘરણાં યોજ્યા હતા.આ અંગે ભાવનગર યુનિ.ના કોર્ટ સભ્યો અને વિધાર્થીઓ દ્વારા ભાવ.યુનિ.ના કુલપતિને રજુઆત કરવામાં આવી હતી છતાં આજદિન સુધી રજુઆતમાં તેમ પણ જણાવાયું હતું કે જે વિધાર્થીઓને આ અગાઉ સેમેસ્ટર ૧ થી ૫ માં સારા માર્કસ આવ્યા હોય તેવા વિધાર્થીઓને સેમ-૬ માં ઝીરો માર્ક આવતા ભારે દેકારો થયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ કુલ પરિણામ ૫૪ ટકા જેટલું આવેલ છે. જ્યારે બાકીના ૪૬ ટકા વિધાર્થીઓ નાપાસ થયા છે. તેમાં મોટાભાગે સ્ટેટેસ્ટીક વિષયમાં વિધાર્થીઓ નાપાસ થયા છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પેપરની તપાસણીમાં બેદરકારી રખાઇ હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. વિધાર્થીઓએ માંગ કરી હતી કે, પરીક્ષાનું પરિણામ સુધારવું જોઇએ અને વિધાર્થીઓને ન્યાય મળવો જોઇએ. તેવી માંગ ને લઈ ફરી એક વખત વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા.