ભાવ.યુનિ. દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન કાર્યક્રમ યોજાયો

148

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ૭૫માં વર્ષમાં આપણો દેશ ” આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તે અંતર્ગત ફિટ ઇન્ડીયા ફ્રીડમ રન- ૦.ર આયોજન મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે તા.૨૧/૦૮/ ૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કુલપતિ, ડો. મહિપતસિંહ ચાવડાએ ખેલાડી ભાઈઓ – બહેનોને પ્રોત્સાહિત કરેલ અને શુભેચ્છાઓ પાઠવેલ, આ કાર્યક્રમમાં અલગ – અલગ રમતનાં ૯૦ ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો. શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડીયા મુવમેન્ટનાં નેજા હેઠળ અનેક પ્રવૃત્તિ અને ઝુંબેશની યોજના બનાવી છે . મુવમેન્ટનાં સંદેશાને પ્રોત્સાહન આપવા, જાગૃતિ લાવવા અને ફેલાવવામાં સમર્થન આપ્યું છે. ભારતના નાગરીકોની સામાન્ય શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે ફિટ ઇન્ડીયા મુવમેન્ટ શરુ કરી છે. દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત આવશ્યક છે. આ કાર્યક્રમમાં શારીરિક શિક્ષણ નિયામક ડો દિલીપસિંહ ગોહિલ, નાયબ કુલસચિવ ડો ભાવેશભાઈ જાની, બાસ્કેટબોલ કોચ અમિતભાઈ પરમાર, હોકી કોચ વાસુદેવસિંહ જાડેજા , સિનિયર હોકી પ્લેયર વનરાજભાઈ તાવડે તથા રાજદીપસિંહ ચુડાસમાં ઉપસ્થિત રહેલ. કુલપતિ, કુલસચિવ અને કર્મચારી પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા શુભેચ્છા પાઠવેલ.

Previous articleભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાને સ્પેશ્યલ જુરી એવોર્ડ ફોર સોશ્યિલ એક્સસેલેન્સથી સન્માનિત કરવા માં આવી
Next article૩ ગુજરાત એરફોર્સ એન.સી.સી. દ્વારા ફ્રીડમ રન કાર્યક્રમ યોજાયો