શાળાએ સાક્ષરતાનું નહીં, શિક્ષણનું ધામ બનવું જોઈએ

211

પાલીતાણા જૈન સંઘના ઉપક્રમે યોજાયેલા એક શિક્ષણવિષયક પરિસંવાદમાં ધર્મબોધી વિજયજી મ. સાહેબ એ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થામાં થી મૂલ્ય શિક્ષણ ની બાદબાકી થઇ છે.આપણી પ્રાચીન વ્યવસ્થામાં ગુરુકુળમાં આચાર્ય તરફથી મૂલ્ય શિક્ષણ મળતું હતું. જેથી સમાજ સાત્વિક હતો. શિક્ષણ જગતે આપણી પ્રાચીન વ્યવસ્થા તરફ એક નજર કરવી જ રહી.. પાઠ્યક્રમ ના અભ્યાસક્રમ ની સાથે હવે શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે મૂલ્ય શિક્ષણ તરફ સક્રિય થવાનો પ્રયાસ કરવો જોઈએ … આ પ્રસંગે ઉપસ્થિત પાલીતાણા તાલુકા ની તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને મૂલ્ય શિક્ષણ વિશે વક્તવ્ય આપતા તેમણે ઉમેર્યું હતું કે, સાંપ્રદાયિકતા થી મુક્ત પુસ્તકોનો સેટ આજે શાળા માટે ભેટ આપ્યો છે. જે સૌને ખૂબ ઉપયોગી થઈ પડશે.
આ સાથે અહીં એક બુક ફેર નું પણ આયોજન થયું હતું તેમાં વિનમુલ્યે ભેટ પુસ્તકો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય વિજય સિંહ ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અતુલભાઈ મકવાણા, બી.આર.સી કૉ ઓર્ડીનેટર હાર્દિક ભાઈ ગોહિલ, પાલીતાણા જૈન સંઘના પ્રમુખ શાંતિભાઇ મહેતા તથા હિતેશભાઈ અજમેરા, અજયભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમનું સંચાલન હરપાલસિંહ પરમાર સંભાળ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસલ ભાઈ શેઠ સહિતના યુવાનો સક્રિય રહ્યા હતા. અહી જાહેર કરવામાં આવ્યું હતું કે દર અઠવાડિયે પ્રકાશિત થતું બાળ સાપ્તાહિક દરેક શાળાને બાળકોના લાભાર્થે નિયમિત રીતે તદ્દન વિનામૂલ્યે મોકલી આપવામાં આવશે.

Previous article૩ ગુજરાત એરફોર્સ એન.સી.સી. દ્વારા ફ્રીડમ રન કાર્યક્રમ યોજાયો
Next articleમેં ઈન્ડસ્ટ્રીને બે મેગાસ્ટાર આપ્યા છે : ફરાહ ખાન