ઈસનપુર મોટા ખાતે દેશની સૌપ્રથમ એલપીજી પંચાયત

813
gandhi2392017-7.jpg

ગાંધીનગર પાસેના ઈસનપુર મોટા ખાતે આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ એલપીજી પંચાયત બોલાવવામાં આવી છે. આ પંચાયતમાં ઉજવલા યોજના હેઠળ ગેસ દ્વારા રાંધતા નાગરિકોને બોલાવીને તેમના અનુભવ અને વિગતો મેળવવામાં આવશે. જેથી કરીને આ યોજનાની સાચી માહિત પ્રાપ્ત થાય તેવું કલેકટર સતિષ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું. 
દેશમાં ઉજવલા યોજનાના ત્રણ કરોડમાં લાભાર્થીને ટોકન ડીસ્ટ્રીબ્યુશન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. સરકારની આ યોજના ઉત્તર પ્રદેશના બલીયાથી લોંચ કરવામાં આવી હતી જેના લાભાર્થીઓ આજે ત્રણ કરોડ જેટલા થયા છે. ગ્રામિણ મહિલાઓ દ્વારા આ ગેસ કનેકશન વાપરવાથી તેમનો સમય અને શક્તિ અન્ય કામોમાં ઉપયોગમાં લઈ શક્યા છે. જેથી સ્ત્રી સશક્તિકરણની દિશામાં મોટુ પગલું ગણાય. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ઉજવલા યોજના હેઠળ ૩પ,૩રપ કનેકશન અપાયા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. 

Previous article કોન્ટ્રાકટના કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર
Next article રાજુલા ખાતે બહેનોના રાસ-ગરબાનો પ્રારંભ