શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ફ્રૂટ ના વેપારી તથા ભાડુંઆતને નિશાચરો એ ઊંઘતા રાખી ૫ મોબાઈલ,સોના ના દાગીના રોકડ રકમ તથા પરચૂરણ ચિઝવસ્તુઓ મળી કુલ રૂ,૫૩,૦૦૦/-નો મુદ્દામાલ ની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ જતાં ભોગગ્રસ્તે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સમગ્ર બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વિઠ્ઠલવાડી પેટ્રોલપંપ પાછળ આવેલ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર માં રહેતાં અને એસટી બસ સ્ટેન્ડ નજીક ફ્રૂટ ની લારી ધરાવતા રવિરાજ લક્ષ્મણભાઈ મકવાણા ઉ.વ.૨૮ ગત તા,૨૪,૮ ના રોજ રાત્રે વાળું પાણી કરી પરિવાર સાથે પોતાના ઘરે સુતા હતાં એ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ ઘરનો મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશી ટેબલ પર રાખેલ બે એન્ડ્રોઈડ મોબાઈલ, સોનાના દાગીના રોકડ રકમ ની ચોરી કરી બાજુમાં ભાડુંઆત તરીકે રહેતા રૂદ્રગીરી ગૌસ્વામી ના રૂમમાં પ્રવેશી ૩ એન્ડ્રોઈડ મોબાઈલ તથા રોકડ રકમ ની ચોરી કરી હતી આ બંને રૂમ માથી કુલ પાંચ મોબાઈલ સોના ના દાગીના તથા રોકડા રૂપિયા અને અન્ય પરચૂરણ ચિઝવસ્તુઓ મળી કુલ રૂ,૫૩,૦૦૦/- નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ પરિવાર ને વહેલી સવારે થતાં મકાન માલિક રવિરાજ એ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા એ ડીવીઝન પોલીસ નો સ્ટાફ ડોગસ્કવોડ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.