રવિન્દ્ર જાડેજા છેલ્લી ૨ ટેસ્ટમાં એક પણ વિકેટ ન લઈ શક્યો

130

ન્યુ દિલ્હી, તા.૨૫
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે લીડ્‌સમાં ત્રીજી ટેસ્ટ રમવામાં આવશે. તેમા રવિચંદ્રન અશ્વિનને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ પ્લેઈંગ-૧૧માં સ્થાન મળી શકે છે. તેની સૌથી મોટું કારણ લીડ્‌સની વિકેટ છે, જે પહેલા ૩ દિવસ કોરી રહેવાનું અનુમાન છે.તેનો ફાયદો ચોથા અને પાંચમા દિવસે સ્પિનર્સને મળશે. જાડેજા ઈગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ૨ ટેસ્ટમાં એક પણ વિકેટ લઈ શક્યો નથી. તેના સિવાય ઈશાંત શર્માની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને પણ ફરી સ્કવોડમાં બોલાવામાં આવી શકે છે.જાડેજાએ છેલ્લી ૨ ટેસ્ટમાં પોતાની બોલિંગથી ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યુ છે. તેણે બંને ટેસ્ટની ૪ ઈનિગ્સને ભેગી કરી ૪૪ ઓવર બોલિંગ કરી પરંતુ કોઈ વિકેટ નથી લઈ શક્યા. નોર્ટિધમ અને લોર્ડ્‌સ બંને જગ્યાઓ પર ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. લોર્ડ્‌સમાં તો ઈગ્લેન્ડના ૨૦માંથી ૧૯ વિકેટ તો ફાસ્ટ બોલરોએ લીધી હતી. તેવામાં સ્પેશિયાલિસ્ટના રોલમાં અશ્વિનને તક આપવામાં આવી શકે છે.પહેલા ટેસ્ટમાં જાડેજાએ ૧૬ ઓવરની બોલિંગ કરી હતી, જેમાં ૩.૩૦ની ઈકોનોમીથી રન આપ્યા હતા. તેનો અર્થ એ થયો કે ઈગ્લેન્ડના બેટ્‌સમેનને તેની સામે રન બનાવામાં કોઈ તકલીફ પડી નથી. ત્યાંજ બીજી ટેસ્ટમાં જાડેજાએ ૨૮ ઓવરમાં ૪૮ રન આુપ્યા. તેમણે તે દરમિયાન ઘણી ફુલ લેન્થ ડિલિવરી અને હાફ વોલીનો ઊપયોગ કર્યો હતો. તેનાથી ઈગ્લિશ બેટ્‌સમેનને કોઈ ફરક પડ્યો નહોતો. તેનાથી વિપરીત ઈગ્લેન્ડના સ્પિનર મોઈન અલીએ લોર્ડ્‌સ ટેસ્ટમાં ૩ વિકેટ ઝડપી હતી.આ વખતે સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જાડેજાનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં તેણે ૧ વિકેટ અને ઈંગ્લેન્ડ કાઉન્ટીની ટીમ સામે ૧ વિકેટ સહિત કુલ ૨ વિકેટ ઝડપી છે. અશ્વિન છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. WTCની ફાઈનલમાં તેણે ૪ વિકેટ ઝડપી હતી અને કાઉન્ટી ટીમ સરે તરફથી ૭ વિકેટ ઝડપી હતી. જેમાં ૨૭ રનમાં ૬ વિકેટ સામેલ છે. રેકોર્ડ બતાવે છે કે ઇંગ્લિશ બેટ્‌સમેનો અશ્વિન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. અશ્વિન વર્તમાન બોલર્સમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. તેણે ૧૯ ટેસ્ટમાં ૮૮ વિકેટ ઝડપી છે. જોકે એકંદરે તે ૨૮મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર શેન વોર્ને ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે ૩૬ ટેસ્ટમાં ૧૯૫ વિકેટ ઝડપી હતી. અશ્વિને ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ૬ ટેસ્ટમાં ૧૪ વિકેટ ઝડપી છે

Previous articleકેજીએફ ચેપ્ટર-૨ ૧૪ એપ્રિલ, ૨૦૨૨એ રિલીઝ કરાશે
Next articleધો.-૬થી ૮ના ઓફલાઈન વર્ગો ૨ સપ્ટેમ્બરથી શરૂ