વિદેશી દારૂ-કાર સહિત રૂપિયા ૫,૫૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે બે ખેપીયા ઝડપાયા : ૩ ફરાર
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વરતેજ ના કુખ્યાત બુટલેગર દિગપાલ ઉર્ફે કુમાર નો મસમોટો ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો આ શરાબની ડીલેવરી આપવા નિકળેલ બે ખેપીયાને પણ આબાદ ઝડપી લીધા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર ના વરતેજ માં રહેતો દિગપાલ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ આવનાર તહેવારો ને લઈને પરપ્રાંત માથી વિના પાસ પરમિટે ઇંગલિશ દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરી ભાવનગર શહેર ના વિવિધ વિસ્તારમાં ડીલેવરી આપી ધંધો કરે છે જે આધારે ટીમે ચોક્કસ નેટવર્ક ગોઠવી ખાનગી રાહે ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં એક મારૂતિ સ્વિફ્ટ કાર નં-જી-જે-૦૩-ઈએલ-૩૯૩૮નો પીછો કરી શહેરના ઘોઘા રોડ પર સ્મશાન તરફ જતાં રોડપર વર્ષા સોસાયટી પાસે આ કારને ઘેરી કાર ડ્રાઈવ કરી રહેલ ઝાકીર અહેસાન ખલીફા તથા કલીનર આમીન મહેબૂબ ખલીફા ને નિચે ઉતારી કાર ની તર-તપાસ હાથ ધરી હતી જેમાં કારની ડીકી માથી પરપ્રાંતિય બનાવટની વિવિધ બ્રાન્ડ ની ૧૦૩૨ બોટલ મળી આવી હતી જે અંગે યોગ્ય ખુલાસો માંગતા બંને શખ્સો કોઈ આધાર-પુરાવા રજૂ ન કરી શકતાં ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરતા બંને શખ્સોએ જણાવ્યું હતું કે આ શરાબનો જથ્થો વરતેજ મા રહેતા અલ્તાફ અયુબ ખલીફા એ આડોડીયાવાસ માં રહેતા અજય ઉર્ફે લાલો બહાદુર રાઠોડ ને ડીલેવરી આપવાની હતી અને અલ્તાફ ને આ શરાબનો જથ્થો મુખ્ય સૂત્રધ્ધાર -બુટલેગર દિગપાલ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ એ આપ્યો હોવાનું ખુલ્યું હતું આથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બંને ખેપીયા તથા શરાબ-કાર,મોબાઈલ, રોકડ રકમ મળી કુલ રૂ. ૫,૫૧,૨૭૦/-નો મુદ્દામાલ નજીકના પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવને પગલે લોકલ પોલીસ તથા બુટલેગરો માં ભારે ચકચાર મચી જવા પામી છે.