સરકારી જિલ્લા પુસ્તકાલય, સેકટર-૨૧, ગાંધીનગર ખાતે આજે વિશ્વ પુસ્તક દિન અને કોપીરાઇટ ડે ની ઉજવણીના ભાગ રૂપે વિવિધ વિષયમાં પ્રકાશિત પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રદર્શનને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
શરીરને ટકાવી રાખવા ખોરાકની જરૂર છે. તેમ મનનો ખોરાક વાંચન છે. વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનો મહત્તમ ફાળો છે. ધણા પુસ્તકો ઇતિહાસ રચે છે. તો ધણાં વૈચારિક ક્રાંતિના બીજ પણ રોપે છે. જયારે વ્યક્તિના વિચારોના યુધ્ધમાં સારા પુસ્તકો જ સબળ શસ્ત્રો પુરવાર થાય છે. પુસ્તકો જ સારા મિત્રોની ગરજ સારે છે. આ પ્રસંગે જિલ્લા ગ્રંથપાલ ર્ડા. જયરામ દેસાઇએ વિધાર્થીઓને પુસ્તક વાંચન વિશે આહૂવાન કર્યું હતું. પુસ્તક એ એક એવા શિક્ષક છે. જે સોટી માર્યા વગર, કડવા વચન કે ક્રોધ વગર, દાન દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે.