વાઈલ્ડ લાઈફ ક્રાઇમ સેલના મુખ્ય વન સંરક્ષક દ્વારા મળેલ ખાનગી માહિતી ના આધારે વાઇલ્ડ લાઇફ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર ના ખાનગી મેસેજ ના આધારે નાયબ વન સંરક્ષક શેત્રુજી વન્ય જીવ વિભાગ તથા મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ દરિયાઈ જીવસૃષ્ટિના અલગ અલગ પ્રજાતિના મૃગયા ચિન્હોના સંગ્રહ તથા વેપાર થય રહ્યો હોવાની માહિતી આધારે આંમળા ગામ તાલુકો તળાજા જીલ્લો ભાવનગરના મહેન્દ્રભાઈ શામજીભાઈ મકવાણાના માલિકીના ધરે સરકારી પંચોની હાજરીમાં રેકી કરી રેડ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ના કાયદામાં નિર્દિષ્ટ દરિયાઈ જીવ સુષ્ટિના વિવિધ મુગ્યચીન્હો પેકી અનુસૂચિત ૪ના પંચમુખી શંખ મળી આવ્યા હતા. જે સરકારી પંચોનીની હાજરીમાં તપાસના કામે કબ્જે લેવામાં આવેલ.
બાયોલોજીસ્ટ સાયન્ટીસ્ટ મરીનનાઓ દ્વારા મૃગયા ચિન્હનું પરીક્ષણ કરતા તેના આધારે વન્ય જીવ રેન્જ તળાજા રેન્જ ગુન્હા નંબરથી વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની વિવિધ જોગવાઈઓ અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ. અને મહેન્દ્રભાઈ શામજીભાઈ મકવાણા રહે આમળા વાળાનો covid નો રિપોર્ટ nagetive આવતા ધોરણ સર અટક કરી નામદાર ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ કોર્ટ તળાજાની કોર્ટ રજૂ કરતા વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી કરતા નામદાર સાહેબ દ્વારા દિન ૭ના રિમાન્ડ મજુર કરતા આ ગુનાકામની આગળની તપાસ આર આઈ જંજવાડીયા ચલાવી રહ્યા છે.